________________
: ૩૯ :
ઓળી આવી એટલે એની શરૂ કરી. અશક્તિ વધી તે પણ કુલપાકની યાત્રાની ભાવના જવલંત હોવાથી વિહાર કર્યો.
૪૦ માઈલ દુમકુર સુધી શ્રાવકે મૂકવા આવ્યા. થડે થોડો વિહાર કઠણ થઈને કર્યો પણ પગે સેજા ઘણું આવી ગયા. તેથી એક નાના ગામમાં રોકાવું પડયું. જરા ઠીક થયું એટલે વિહાર લંબા. ૧૨૫ માઈલે બલારી ગામ આવ્યું. અહીં જૈનોની વસ્તી સારી છે. જીનાલય પણ ભવ્ય. લોકે ભાવિક એટલે તેમના આગ્રહથી અઠવાડિયું સ્થિરતા કરાવી ચાતુર્માસ માટે પણ આગ્રહ પૂર્વક વિનંતિ કરી. કુપાકજી લેવા આવીશું તેમ પણ ભક્તિ પૂર્વક જણાવ્યું. ઊટીથી બેંગ્લોર સુધી મહારાજશ્રી ૧૭૦ ભગવાનના ઉપવાસ તથા છઠ્ઠ કરતા હતાં તેમજ તેઓશ્રી કહેતા કે વિકટ પંથ લે જેથી કેટલા બધાં કર્મોની નિર્જરા થાય. ધર્મો રક્ષતિ રક્ષિતઃ જેમ પહાડથી વહેતે જલને પ્રવાહ ગમે તેવા કઠીન પત્થરેને ભેદીને માર્ગ કરી આગળ વધતે પિતાના સ્વાભાવિક શીતળતાના ગુણુ વડે માર્ગની તપેલી પૃથ્વીને શીતળ કરતો જાય છે, તેમ સંયમીનું જીવન પણ વિકટ પંથમાં વિચરીને સંસાર તાપથી તપેલા પ્રાણુઓને શીતળતા આપવાનું મહા પુણ્ય મળે છે.
મુનિ વિહારના અભાવે આ પ્રદેશના લેકે ધર્મથી વિમુખ થતા જાય છે તે અનુભવ પણ થયે. જે પક્ષને વધુ વિહાર તે તે પંથમાં લેકે જતા રહે છે. તેથી આ પ્રદેશમાં વિહારની ખૂબ જરૂર જણાય છે.
બલારી, રાયપુર થઈ હૈદ્રાબાદના મંદિરના દર્શન કરી