________________
આપવા ઈચ્છું છું. અમે તે સાધુ, શું આપી શકીએ. આપની ઈચ્છા હોય અને બની શકે તે માંસ મદિરાને નિયમ છેડા સમય માટે ત્યાં તે મને આનંદ થશે. ડેકટરે ઘણું ખુશીથી પાંચ વર્ષની પ્રતિજ્ઞા લીધી. મહારાજશ્રીને ખૂબ ખૂબ આભાર માન્ય. આપની યાદગીરી ભૂલીશ નહિ તેમ વચન આપ્યું. - ફાગળ વદ ૧૩ના દિવસે હીંગણઘાટથી વિહારકર્યો. વિહારમાં વર્ધા, આરવી, કારંજા. અમરાવતીના દહેરાસરના દર્શન કરી છેવટે પ્રાચીન તીર્થ અંતરીક્ષ પાર્શ્વનાથની યાત્રા કરી બરાબર ૩૧ દિવસે ચિત્ર વદ ૧૪ના દિને બાલાપુર આવી પહોંચ્યા. અહીં પ્રભુની વર્ષગાંઠ નિમિત્તે સંઘના આગ્રહથી રોકાયા. અહીં ગેડી પાર્શ્વનાથ તથા ચિંતામણ પાશ્વનાથ એમ બે ભવ્ય દહેરાસર હતા. ક્ષેત્ર સારું, લેકે પણ ભાવિક વળી પૂ. આચાર્ય મહારાજનું ચાતુર્માસ થયેલ તેથી સંઘના આગ્રહથી બાલાપુર ચાતુર્માસ કરવા નિર્ણય કર્યો. આચાર્યશ્રીને આજે પણ બધા યાદ કરે છે.
મહારાજશ્રી અશકત હોવા છતાં હીંગણઘાટથી વિહારમાં એકાસણુ બીયાસણું જ કરતાં હતા. બાલાપુરમાં સ્થિરતા હોવાથી વર્ધમાન તપની ઓળી કરવા લાગ્યા. ચોમાસામાં તાવ આવવાથી વધારે અશક્તિ આવી ગઈ પણ દવા ન લીધી તે ન જ લીધી. તે તે વારંવાર કહેતા કે મારે તે તપશ્ચર્યા એજ અકસીર દવા છે. બનતું પણ એમજ. દરેક માંદગી વખતે તપશ્ચર્યા કરે અને ખરેખર આરામ થઈ જાય. પિતે વ્યાખ્યાન પણ વાંચતા. બાલાપુરમાં પુરૂએ પણ મહારાજશ્રીના વ્યાખ્યાન સાંભળ્યા. પયુંષણ બાદ આંખે ઝાંખ પડતી હતી એટલે કે