________________
થઈ ગયા. મહા વદી ૧૩ની પાછલી રાતના સમાધિ પૂર્વક શાંતિથી સ્વર્ગે સીધાવ્યા. અમારું બધાનું પુણ્ય બળ ખૂટયું હશે. અહીં આવીને અમે તે મહાન રત્ન ગુમાવ્યું. તેની ખોટ તે પૂરાય તેમ નથી.
આવા દીધ તપસ્વી ચારિત્રવંત સહનશીલ અને શિષ્યા, પ્રશિષ્યાઓ પર પ્રેમ ઝરણું વર્ષાવનાર, ભારતભરના તીર્થોના દર્શન કરનાર અને દૂર દૂરના પ્રદેશે મદ્રાસ, બેંગ્લોર, હૈસુર, કેચીન, કાલીકટ, હીંગનઘાટ, બાલાપુર આદિમાં નિર્ભીકતાથી વિચરનાર જ્વલંત ધર્મ ધુરંધર પુણ્યાત્મા ઇંદ્રપુરી જેવા ઈદેર ક્ષેત્રમાં ચિર શાંતિમાં પિઢી ગયા. તેઓની ભવ્ય પાલખીની બેલી પણ સારા પ્રમાણમાં બેલાયેલ. ઇદેરનાં નર નારીઓએ સદ્દગત ગુરૂણુજીને ભક્તિભાવથી શ્રદ્ધાંજલિઓ આપી, સુખડ આદિથી અગ્નિ સંસ્કાર કર્યો. દેવવંદન વિગેરે ક્રિયા કરીને ૮ દિવસને માટે અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. તેમના સ્મરણમાં તેમની છબી પણ ઉપાશ્રયમાં મૂકવામાં આવી છે.
પૂ. દીર્ઘ તપસ્વી સાધ્વીજી મહારાજ તે વડેદરાના ત્રણ ગુરૂદેવ જેમ રને અને ગુજરાતના નૂર હતા. તેમ આ માણેકશ્રીજી પણ સાધ્વી સમાજમાં માણિકય જ હતા. તેમનું આખું જીવન ધર્મ ભાવનાઓથી સભર હતું. તપશ્ચર્યા તે એટલી બધી કરી છે કે ભાગ્યે જ છુટે મેએ ગોચરી કરી હશે.
લાંબા લાંબા વિહારમાં પણ તેઓ તપસ્વી જ રહેતા. વિદ્વાન પણ એવા હતા. વ્યાખ્યાન શૈલી પણ મધુર અને રસપ્રદ હતી. ભલભલાને ઉપદેશ આપીને રંગી દેતા.