________________
: પ૧ :
જે મળે તે લેવાનું. તપશ્ચર્યા વગેરે પણ કરવાની હોય તે આવા સુકે મળ શરીરે તેઓ સાધ્વીને બધા આચાર કેમ પાળી શકશે ? પૂ પન્યાસજી મહારાજશ્રીએ ખુલાસે કર્યો કે મેતીબહેનની ધર્મભાવના ઉંડી છે. તેઓ સરળ સ્વભાવના છે. વર્ષોથી તેમની ભાવના દીક્ષાની છે. પણ સાસરવાસમાં તેઓ શરમ અને સંકેચથી બેલી શક્યા નહિ. પણ હવે તે તેમની ઈચ્છા પ્રબળ છે. માટે દીક્ષા આપવામાં કશી. હરકત નથી.
આ વાત તે વાયુવેગે કપડવંજના જૈન સમાજમાં પહોંચી ગઈ. કુટુંબીજનેએ પ્રેરણું આપી. શ્રી સંઘના આશીર્વાદ મળ્યા અને ૫૦ અનુગાચાર્ય પન્યાસજી મહારાજના મંગળ આશીર્વાદ પણ મળ્યા. તેમના કુટુંબીજને તરફથી ખૂબ ઠાઠમાઠથી દીક્ષા આપવામાં આવી અને મેતી બહેનને આત્મા આનંદથી નાચી ઉઠ્યો. તેમના સંસારી મેટાબહેન સમરતબહેન તથા સંઘે એવા તે મંગળ આશીર્વાદ આપ્યા કે અસ્વસ્થ શરીર હોવા છતાં અઢાર અઢાર વર્ષ સુધી શરીરની કે રોગની પરવા કર્યા વિના ખૂબ શાંતિ પૂર્વક જ્ઞાન, ધ્યાન અને તપથી સંયમ પાળે ને જીવન ધન્ય બનાવી ગયા.
અમને બનને બહેને તેઓ વારંવાર પ્રેરણા આપતા રહેતા અને કહેતા કે જ્ઞાન ધ્યાનમાં ખૂબ પ્રવૃત્ત રહે. શાસન સેવાના કાર્યો કરો અને જે જે સાધના આ જીવનમાં કરી હશે તેને લાભ તમને મળશે. પતે તે જાણે એકાંત ગુફામાં બેસીને ધ્યાન કરતા હોય તેમ બીજી કશી પણ પંચાત કરવા