________________
• પર : કરતાં શાંતિથી સાધના સાધતાં સાધતાં જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ રત્નત્રયીની આરાધના કરી ગયા. પૂ. સાધ્વીશ્રી તિલકશ્રીજી મ.ની નિશ્રામાં સં. ૨૦૧૫નુ ચાતુર્માસ મુંબઈમાં થયું અને હૃદયના હુમલા આવ્યા. આ બિમારી સતત ૨૩ વર્ષ રહી પણ બધું શાંતિથી વેઠતા રહ્યા. બિમારી ગમે તેવી હતી છતાં કદી ઓળીની સહાયતા લીધી નથી. મુંબઈમાં ડે. દફતરી તેમના ભાણેજ જમાઈ સંઘવી શ્રી રમણભાઈ પરીખ, કપડવંજનીવાસી શ્રી હસમુખભાઈ, ભાઈશ્રી ગુણવંતભાઈ તેમજ શ્રી ચંપાબહેન, સંસારી માશીજીના પુત્રી શ્રી જેકેરબહેન, શ્રી તારાબહેન શ્રી હીરાબહેન શ્રી ભીખીબહેન, ભાણેજ શ્રી પ્રભાવંતીબહેન વગેરે ભાવુક બહેને તે સમયની બીમારીમાં ખૂબ સેવા સુશ્રુષા કરી. પિષ શુદિ પંચમીને ઉપવાસ આદિ ગંભીર સ્થિતિમાં પણ કર્યો પૂ૦ તિલકશ્રીજી મ. તથા પૂ૦ સુજ્ઞાનશ્રીજીએ કહ્યું કે તમારે આત્મા તે દેવ લેકમાં જવાને છે. તે અમને પણ ધર્મ દીપ દર્શાવજે ત્યારે તેમણે કહ્યું કે આ ભવને સંબંધ તે રાખવું પડે. પણ હવે મારે કઈ સંબંધ જોઈએ નહિ.
પછી તે ભગવાનના દર્શનની ભાવના જાગી. ભગવાનની પ્રતિમાના દર્શન કર્યા. મૃત્યુની તેમને ઝાંખી થઈ ગયેલી તેથી શ્રી રમણભાઈને ચાર વાગે આવી જવા કહ્યું. દરેકને અંતઃકરણ પૂર્વક મિચ્છામિ દુક્કડ દીધા. પિતાની ભાણેજ શ્રી પ્રભાવતીબહેનના ખેળામાં મસ્તક રાખી પુન્ય પ્રકાશના સ્તવનની ત્રીજી ઢાળ બેલતાં બેલતાં આપોઆપ શુભ ભાવના ભાવતાં