________________
: ૫૦ :
મેાતીમહેન નાનપણથી ભદ્રિક સ્વભાવના, સરલ, ગંભીર અને સેવાપ્રિય હતા. પેાતાની જ્ઞાતિમાં પણ તેએ મળતાવડા હતા. તેઓ પેાતાના શરીરના ભાગે પણ બીજાની યથા શક્તિ સેવા કરતા રહેતા હતા. ધર્મના સંસ્કાર પણ ઉંચા પ્રકારના હતા. ધાર્મિક ક્રિયામાં પણ સારી એવી રૂચિ દર્શાવતા તેમજ સાધુ સાધ્વીએની સેવામાં પણ તેઓ મગ્ન રહેતા. પુણ્યદય એવા જાગ્યા કે તેમના લગ્ન પછી પંજાબ કેશરી આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવતી પ્રવર્તીની મ ૧૦૦૮ સાધ્વીશ્રી દેવશ્રીજી મ. સા. પૂ॰ શ્રી દાનશ્રીજી મ. પૂર્વ સાધ્વીશ્રી હેમશ્રીજી મ. આદિ પરિવાર યાત્રા નિમિત્ત કપડવંજ પધાર્યા હતા. તેમની મધુરી વાણીએ જાદુ કર્યાં આપણા મેાતીબહેનના જીવનમાં સંસારની અસારતા જણાઈ અને દીક્ષાની ભાવના જાગી ગઈ. પણ સંજોગા એવા હતા કે આ ભાવનાની જાણ પેાતાના સાસુજીને કેમ કહેવાય. દીક્ષાની ભાવનાને અંતરમાં ગેાપવીને કેટલેક સમય સંસારમાં રહેવું પડયું.
સં. ૨૦૦૦ની સાલમાં અનુચે ગાચાર્ય પન્યાસ શ્રી નેમવિજયજી મ. સાધ્વીશ્રી દાનશ્રીજી મ. તથા સ્વ. માણેકશ્રીજી મ. આદિ પરિવારનું ચાતુર્માસ થયું અને સાધ્વીશ્રી માણેકશ્રીજી મ. ની પ્રેરણાથી પ્રવર્તીની સાઘ્વીશ્રી હેમશ્રીજી મ.નું વાવેલુ' ખીજ ઘણા વર્ષે ફળીભૂત થયું. મેાતી બહેનની ભાવના દીક્ષા માટે વધી પણ તેમની તબીયત નાજુક હતી. ક્ષય રોગ પણ હતા. આ દ્રષ્ટિએ આપણા સ્વ. માણેકશ્રીજી મ.શ્રીએ વડીલ ગુરૂવર્યાને પૂછ્યું. કારણુ કે વિહાર કરવાના, લખુ સુકુ