________________
: ૪૨ :
પિંડા વગેરેની વ્યવસ્થા કરાવતા હતા. ડેકટર બ્રાહ્મણ હેવા છતા સેવાભાવી હતા. રાજ મકાને આવતા. પણ કાંઈ પણ ફી લેવાની તે ના કહી. તેમણે તે કહ્યું કે આવા ત્યાગીઓની સેવાને લાભ કયાંથી મળે. મને તે મહારાજશ્રીના આશીર્વાદ જોઈએ. કમાવાના ઘણા સ્થાને છે. માંસ મદિરાને પણ ત્યાગ કરવા પ્રતિજ્ઞા કરી. તેમણે તથા તેમના પત્નીએ પાંચ પાંચ રૂપીયે ગુરૂપૂજન કરી વાસક્ષેપ લીધો. દહેરાસરમાં દર્શન કરી ગયા. નંબર પણ મકાન ઉપર મશીન લાવીને કાઢી આપે.
વડોદરાથી લલિતાબહેન માણેકબહેન આદિ સહકુટુંબ વંદન કરવા આવેલ ત્યારે ગુજરાત તરફ પધારવા ભાવ ભરી વિનંતિ કરી પણ મહારાજશ્રીની ઈચ્છા નહતી કારણ કે તેમની ઈચ્છા એકજ હતી કે માંડવગઢની યાત્રા કરી એકજ સ્થાને સ્થિરતા કરવી. હવે શરીર વધારે બેજ સહન કરી શકે તેમ નથી. અહીંથી વિહાર કરી બાલાપુર, ખામગામ, મલકાપુર, બુરહાનપુર, ખંડવા થઈ ઈન્દોર આવ્યા. અને મહારાજશ્રીથી કહેવાય ગયું કે બંને જણ વૃદ્ધ છીએ. આવતી કાલની કેને ખબર છે. આ છેલ્લા વિહારમાં એકાસણા ચાલુ જ હતા. બે ત્રણ વર્ષથી ઘણીવાર વાત કરતાં કહેતા કે આ શરીરમાં બધા વાઘ બેઠા છે. (બ્લડ પ્રેશર, ચકરી, સેજા) એટલે એચિતે હુમલે થશે. પણ આપણે તે તૈયાર જ છીએ હવે કાંઈ બની શકતું નથી. વારંવાર અમને બોલાવે અને વાત કરીએ તો તેમને સારું લાગે. નહિ તે નવકારવાળી ગણ્યા જ કરે. ઉંઘ ન આવે તે પોતે પિતાના જીવનના નકાળને વિચાર કરે. શું શું તપશ્ચર્યા કરી. કયા કયા તીર્થોના