________________
:૪૩:
દર્શન કર્યા! કયા કયા પુસ્તક વાંચ્યા ! ગુરૂદેવનું જીવન ચરિત્ર વાંચ્યું ! તથા હવે કાંઈ બાકી રહે છે કે- એમ વિચારતાજ હોય, નવું નવું વંચાવવાની પણ ઘણી હોંશ પણ હવે તે કશું થઈ શકતું નહિ તેથી લાચાર. અમુક દિવસે અમુક તપશ્ચર્યા શરૂ કરવી. અમુક દિવસે પુરી કરવી. અમુક વાંચન શરૂ કરવું. ગુરૂકૃપાએ ઉત્સાહથી તે વસ્તુ નિર્વિદને પાર પડતી. છેલ્લા બે વર્ષથી ૨-૪ દિવસ પણ છુટું પડવાનું હોય તે ના પાડે. નજીક દહેરાસર જવું હોય તે કેઈને સાથે રાખે. કહે કે એચિંતા પડી જવાય તે મને, તમને, સંઘને ચિંતા રહે. તેમની ઈચ્છા તે ૫. જી. મહારાજશ્રીને તથા શાંતિશ્રીજીને મળવાની હતી. પણ એ મનની મનમાં રહી ગઈ. અને કુદરતને મંજુર ન હતું.
બે ત્રણ દિવસથી શરીરે તકલીફ હતી પણ દવા વિ. કાંઈ કરવા ન દેતા. અમને વાંચવા કે માસ્તર પાસે પાઠ લેવા બેસવા કહેતા. માસ્તરે હસતાં હસતાં કહ્યું કે આપ તે સ્વ. ગમાં જવાના છે ને ! મહારાજશ્રીએ પણ એવા જ ભાવથી કહ્યું કે મારે તે મહા વિદેહમાં જવું છે. પગને દુખાવે વધી પડ. ડેકટરને બોલાવી લાવ્યા પણ તેમણે અડવાજ ન દીધા. હેકટરે દૂરથી કહ્યું કે પેશાબની છુટ થશે એટલે જે ઉતરી જશે. જવનું પાણી ને દ્રાક્ષનું પાણી આપવા સૂચના કરી. બાઈ ડેકટરને બતાવ્યાથી તેમણે કઈ પણ જગ્યાએ ન જવા માટે તાકીદ કરી. ગમે ત્યારે બે દેશે. તે દિવસે રાત્રે બહેને પણ ઉપાશ્રયમાં સુતા હતા. સ્તવન આદિ પણ સંભ. લાવતા હતાં. તે સાંભળતાં સાંભળતાં આત્મ સમાધિમાં લીન