________________
: ૩૭ :
જેટલી મેતીની મૂર્તિ જોઈ અમે તે ચકિત થઈ ગયા. આવા આવા બિબેના દર્શન તે દુર્લભ પણ આટલા લાંબા લાંબા વિહાર છતાં આ દર્શનનો લાભ અલૌકિક હતા. આ ગામ તે ઘણું સમૃદ્ધિશાળી હશે અને જે લોકો પણ મોટી સંખ્યામાં સમૃદ્ધ હશે તેમ લાગે છે.
અહીં દિગંબરોના પણ મોટા મંદિરે છે. મૂળબદ્રીથી વિહાર કરી સીગા તુમકુર આદિના મંદિરના દર્શન કરી ફાગણ વદમાં બેંગલોર ગાંધીનગરમાં પહોંચ્યા. આ પ્રદેશ જોતાં અનાર્ય દેશ લાગે પણ અનુભવથી સમજાય છે કે મોટા મેટા ભવ્ય જીનાલયે, જૈનોની સારી એવી વસ્તી અને યતિવના આવા ગમનથી ધર્મના સંસ્કાર લોકોમાં સારા પડયા છે તેમ લાગે છે.
બેંગ્લોરમાં જૈનોની ૮૦૦-૯૦૦ ઘરની વસ્તી છે. ચાતુર્માસ ગાંધી નગરમાંજ નક્કી થયું. બેંગ્લોરમાં મહારાજશ્રીને દાઢનું દર્દી ઉપડયું. ડેકટરને તે અડવું નહોતું. બાઈ ડેકટર પાસે દાઢ કઢાવી પણ લેાહી ખૂબ નીકળ્યું. લેહી બંધ થાય નહિ. બધાને ચિંતા થવા લાગી. બાઈ ડોકટર તે આવી જ નહિ. પછી છેવટે બીજો ઉપાય ન હોવાથી ઈજેકશન લીધું. આખી રાત બધાને ભારે ચિંતા રહી પણ મહારાજશ્રી તે ખૂબ સહનશીલ અને સાવધાન, આટલું લોહી પડયું પણ પિતે સવારના પ્રતિક્રમણ કરી સ્મરણ વિ ગણું દહેરાસર દર્શને ગયા અને આયંબિલનું પચ્ચખાણ કર્યું. માત્ર જવના પાણીથી આયંબિલ કર્યું. શરીર વધારે ક્ષીણ થઈ ગયું. ગળામાં દુઃખાવે - ઉપડે ને ચક્કર આવવા લાગ્યાં પણ બધું સહન કરતા રહ્યા,