________________
: ૩૫ : છૂટ છે તેથી ચિંતા થઈ પણું શાસન દેવની કૃપાથી કઈ કષ્ટ આવ્યું નહિ, વચ્ચે મહારાજ શ્રી નદીમાં પડી ગયા પણ તરતજ હાથ પકડીને બહાર કાઢી લીધા.
મહારાજ શ્રી પણ નિયતાથી જબ્બર હિંમત કરીને નિકળ્યા ને જ્યાં જ્યાં તક મળી ત્યાં અજ્ઞાન કેને ધર્મ જાગૃતિ કરાવી. અહીં ભવ્ય એવા બાહુબલીની યાત્રા કરી. મહેસુરથી પણ પચાસ માઈલ દૂર આ ભવ્ય મૂર્તિ છે. ૫૮ ફૂટ ઉંચી એવી મૂર્તિ જોઈને જૈન કલા અને સ્થાપત્ય તથા જૈન સમાજની ધર્મ ભાવના, ભક્તિ ભાવની ઝાંખી થઈ આવી. દૂર દૂરના પ્રદેશ મુંબઈ, અમદાવાદ, સૌરાષ્ટ્ર, મારવાડના ભાઈઓ અમારા વિહારના સમાચાર જાણીને ખૂબ ચકિત થઈ જતા. કે જ્યાં આચાર્ય પ્રવર કે સાધુ મુનિરાજે વિહાર કરતાં વિચાર કરે ત્યાં એક સાધ્વીજી પરિવાર સહિત દૂર દૂરના જંગલી વિકટ પ્રદેશમાં થઈ કયાં ક્યાં પહોંચ્યા અને નિર્વિદને તીર્થ યાત્રાઓ કરી જીવન ધન બનાવ્યું.
ભાવના તે વધતી જતી હતી. અહીંથી મલબારમાં મૂલબદ્રી જવા વિચાર થયો. પણ આ બાજુ જંગલ જ જંગલ, હેસુર અને ઉંટીના જંગલે આ કરતાં ઘણું સારાં. ૫૦ માઈલમાં દુધ સરખું ન મળે. રસ્તા રીપેર થતા હોય ત્યારે લેકે દિવસે દેખાય. સાંજના તે પિતાને ગામ ચાલ્યા જાય. રસ્તામાં કે મનુષ્ય દેખાય જ નહિ. આવા રસ્તાઓ હેવા છતાં ગુરૂદેવના આશીર્વાદ સાથે રાખીને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં મૂલબદ્રી પહોંચ્યા ત્યારે જીવને શાંતિ થઈ. રસ્તામાં બીક તે બહુજ લાગતી પણ અધિષ્ઠાયક દેવની