________________
વિહારમાં પણ જેગ મળી જતા અને બધા નિયત સ્થાને પહોંચી જતાં ને ગુરૂદેવને વારંવાર યાદ કરતા હતાં. કલીકટના વિહારમાં આયંબિલથી વણે પ્રમાણે પ્રથમ વીશી શરૂ કરી ત્યાં કચ્છના વતની શ્રી લીલાધરભાઈના તરફથી નવપદજીની ઓળી કરાવવામાં આવી. ઓળીવાળાને પ્લાસ્ટીકના સાપડાની પ્રભાવના કરી ને પારણું કરાવ્યાં. ચૈત્રી પુનમના મોટા દેવવંદન સંધ તરફથી થયાં. ઘણાં બહેને અને કન્યાએએ ચૈત્રી પુનમ લીધી. અહીં પ્રાચીન મેતીશા શેઠના બંધાવેલ બે ભવ્ય જીનાલય છે. આ બધા પ્રદેશમાં સેપારી, એલચી, લવીંગ, કાજુ, મરી આદિ વસ્તુઓની ખૂબ સારી ઉત્પત્તિ તેથી વિહારમાં જ્યાં જોઈએ ત્યાં આંખ ઠરી જાય તેવા મરમ દ્રશ્યો દેખાય અને વિહારમાં પણ આનંદ આવે.
ચાતુર્માસ માટે વિનંતિ થતી હતી પણ મહારાજશ્રીએ તે કહ્યું ભાવના છે. પણ જેવી ક્ષેત્ર સ્પર્શના. વિહાર કર્યો અને રસ્તામાં વરસાદ , રસતે ખૂબ ચઢાણવાળે. આબુ ગિરિરાજ જેમ ગોળ ગોળ ચઢવાનું. ૫૦ માઈલ ગયા પણ પહાડની એટલી બધી ઠંડી કે ન પૂછો વાત. આખા પહાડ પર ચા ચંદન તથા નીલગિરિના ઝાડોની સુગંધ વિહારમાં આવ્યા કરે. ઉટીના ભાઈઓને સમાચાર મળ્યા, તેથી ભાઈએ બે મુકામ આગળ આવી પહોંચ્યા. અહીં ૨૦-૨૫ મંદિર માર્ગના ઘરે હતાં છતાં અહીંજ મારું કરવા નીર્ણય કર્યો. એક મંદિર પણ હતું. કુનુર કે કેઈમ્બતુર ગ્ય ક્ષેત્ર હતું. પણ મહારાજશ્રીની ભાવના એવી કે આવા ક્ષેત્રમાં વિશેષ લાભ થવા સંભવ એટલે વૈશાખ સુદ ૫ ના પહોંચ્યા. ત્યારથી વર્ગ તપ શરૂ કર્યો.