________________
: ૩૨ : ગુરૂદેવને યાદ કરી પ્રયાણ કર્યું. રસ્તે વિકટ તે હતે પણ ગુરૂદેવના પસાયે ધીમે ધીમે વિહાર કરતાં કરતાં પિષ મહિનામાં કેઈમ્બતુર પહોંચી ગયા.
સંઘ તે પૂજ્ય સાધ્વીજી મહારાજના આગમનથી ચકિત થઈ ગયે. ખૂબ ખૂબ આનંદ થયો. રસ્તાના ગામોમાં પણ ધર્મ પ્રભાવના કરતા આવ્યા અને કેમ્બિટુરમાં પણ વ્યાખ્યાનાદિ થયાં. ત્યાંથી કોચીનની ભાવના જાગી. વિહાર કર્યો. કે ચીનના સંઘે ભાવપૂર્વક સામૈયું કર્યું. બહેને એ વ્યાખ્યાન આદિમાં ખૂબ લાભ લીધે. ત્યાંથી ૪૫ માઈલ અલ્પઈ આવેલું છે. અહીં પણ પ્રાચીન શિખર બંધી ભવ્ય જીનાલય છે. અહીં પણ સંઘે ભાવપૂર્વક સામૈયું કર્યું. પૂજા, પ્રભાવના, વ્યાખ્યાન આદિને સારો લાભ લેવા. પાછા કોચીન આવી એકાદ દિવસ સ્થિરતા કરી કલીકટ તરફ વિહાર કર્યો. એ ૧૫૦ માઈલ દૂર છે. સાધ્વીને વિહાર સાંભળી લે કે ખૂબ ચકિત થઈ જતા. સમાચાર ન મેકલ્યા હોય તે ગમે ત્યાંથી સમાચાર મેળવી ૪૦-૫૦ માઈલ દૂર દૂરથી આવી પહોંચી ભક્તિ કરતા. અમારે બધે થાક આ બધા ભાઈ-બહેનના ભક્તિ ભાવ અને આનંદથી ઉતરી જતે. બધે ઠાઠ માઠથી પ્રવેશ કરાવે અને ખૂબ લાભ લે. ૮-૧૦ દિવસથી વધારે સ્થિરતા ન થાય તે બધાને દુઃખ થાય.
મહારાજશ્રીની ભાવના હતી કે શરીર ચાલે છે ત્યાં સુધી બે વર્ષ આ તરફના શહેરના મંદિરના દર્શન કરી લેવાય તે સારું, હું અને સાધ્વી ઉપશાંતશ્રીજી વૃદ્ધ હેવાથી શરીરનું શું પૂછવું. પણ ગુરુદેવના આશીર્વાદથી બધે સારી શક્તિ રહી.