________________
: ૩૬ :
પ્રસન્નતા નજરે પડતી. આ તીર્થમાં ૧૩ દહેરાસરો છે. સ્ફટીકની, રત્નની, પન્નાની મનહર પ્રતિમાઓ છે. જાહેરમાં મૂકાતી નથી. આ મૂર્તિના દર્શનથી મન પ્રસન્ન થયું અને ખૂબ ખૂબ શાંતિ થઈ.
વિહાર આગળ લંબાવ્યું અને જંગલ પાર કરી મેંગ્લોર પહોંચ્યા. મેંગ્લોરમાં સૌરાષ્ટ્રના ભંડારીયા નીવાસી શ્રી ભગવાનભાઈના સુપુત્ર શ્રી તેજપાલભાઈ તથા શ્રી શાંતિભાઈ ઘણું ભદ્રિક અને ધર્મની ભાવનાવાળા છે. તેઓએ અમારી ખૂબ ભાવ પૂર્વક ભક્તિ કરી તેમના માતુશ્રીએ ઘાટકે- પરમાં પૂ. આચાર્ય ભગવાન પાસે ઉપધાન કરેલા તથા માળ પહેરેલી તેથી તેઓ તે અમને જોઈને ખૂબ રાજી થયા. બીજા પણ ૧૦ ઘર મંદિર માર્ગ તથા ૧૫-૨૦ ઘર સ્થાનકવાસી હતા. દહેરાસરમાં પૂજા, વ્યાખ્યાનમાં સારો લાભ લીધો. ૫-૬ દિવસ સ્થિરતા કરી ત્યાં સુધી જ પૂજાએ ભણાવવામાં આવી. મહારાજશ્રીએ કહ્યું કે તમે પણ અમારી સાથે યાત્રાને લાભ ૮. આથી તેમણે જણાવ્યું કે એવાં અમારા ભાગ્ય કયાંથી! અમે જરૂર સંઘ લઈને આવીશું. અમે વિહાર કરીને પહોંચ્યા કે શ્રી તેજપાલભાઈ પોતાના તરફથી ૧૫૦ માણસોના સંઘ સાથે ૩ મોટરે ૩ ટેકસીઓ લઈને આવ્યા. નેકારશી કરી. અહીંના દહેરાસરો મેટા મેટા પત્થરના બાંધેલા. ૪-૫ દહેરાસરમાં મોટી સફટિકની મૂર્તિઓ છે. એક દહેરાસરમાં ૨૫-૩૦ મૂર્તિઓ સ્ફટિકની, હીરાની, પન્નાની, મરકતમણીની અને સપનું વિષ ઉતરી જાય તેવી ગારૂડીકમણીની મૂર્તિ અને દુધ નાખવાથી દહીં થઈ જાય તેવી તથા એક વેઢા