________________
: ૧૫ :
એક તે પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજશ્રી જેમણે પાટણના જ્ઞાન ભંડારને પુનરોદ્ધાર કર્યો. પાટણમાં ધર્મ સંસ્કાર જવલંત રાખે તેમ જ આજીવન જ્ઞાનની પાછળ પિતાને સર્વ સમય આપી જૈન સાહિત્યને મહામૂલે ખજાનો બચાવ્ય.
બીજા શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ, જેમણે કચ્છ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ગુજરાત અને મારવાડને ગામેગામ, શહેરે શહેર વિહાર કરી જનતાને જૈન ધર્મને સંદેશ સમજાવ્યું. અને ધર્મ પ્રભાવનાના કાર્યો કરી પિતાનું જીવન ધન્ય બનાવી ગયા,
ત્રીજા યુગવીર આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મ. જેમણે પંજાબ, ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્રમાં વિચરી ગુરૂદેવ શ્રી આત્મારામજી મહારાજના સંદેશવાહક બનીને ગુરૂદેવના નામને રોશન કર્યું. જગ્યાએ જગ્યાએ શિક્ષણ સંસ્થાઓ માટે વૃદ્ધાવસ્થામાં પણ જમ્બર આંદોલન કર્યું. રાષ્ટ્રભાવનાને પ્રેરણા આપી, શાસનના દીવડાને જગમગતે રાખે અને વિશ્વશાંતિને સંદેશ આપી ગયા.
આ વડોદરા આપણા જ્ઞાન પ્રભા પ્રવર્તિની સાધ્વી શ્રી માણેકશ્રીજીની પણ જન્મ ભૂમિ છે અને આ ધર્મભૂમિમાંથી સાધ્વીશ્રી કંકુશ્રીજી, સાધ્વીશ્રી કપુરશ્રીજી, સાધ્વીશ્રી પ્રભાશ્રીજી આદિ સાધ્વીઓએ સંયમ લઈને જન્મભૂમિને દીપાવી છે.
પૂજ્ય શ્રી માણેકશ્રીજી સંસારી ભાણેજ જમાઈને ત્યાગ ભાવનાથી પ્રેરીને દિક્ષા અપાવી. એ શ્રી પંન્યાસ ચંદનવિજયજી