________________
: ૧૬ : ગણિવર પણ વડેદરાના રત્ન છે અને વડોદરામાં પૂજ્યપાદુ મુનિરત્ન પં. શ્રી નેમવિજયજી ગુરૂદેવની સેવા ઉપરાંત વડેદરાના જૈન સંઘમાં ધર્મભાવના જગાવી રહ્યા છે. જમ માંગલ્ય
વડોદરામાં વૈદ્યકુટુંબ ઘણું વિખ્યાત છે. વૈદ્યરાજ હીરાભાઈ તે રાજવૈદ્ય હતા. તેથી મહારાજાથી માંડી તમામ અધિકારીઓ સુધી તેમની સુવાસ પ્રસરી રહી હતી. વડોદરાના જૈન સંઘમાં પણ તેઓ આગેવાન ગણતા.
પૂ. આચાર્ય શ્રી વિજય કમળસૂરીશ્વરજી મ. ના સદઉપદેશથી તેઓની ધર્મશ્રદ્ધા ખૂબ વધી હતી. તેમના સુપુત્ર શ્રી બાપુભાઈ પણ ધર્મનિષ્ઠ અને સેવાપ્રિય હતા. પાંજરાપોળ આદિ સંસ્થાઓમાં સેવા તેમ જ સાધુ-સાધ્વીની સેવા સુશ્રષા, દવા આદિ ભક્તિ ભાવથી કરતા. તેમને સદગુણાનુરાગી શ્રદ્ધાવંત શ્રી ઘેલીબહેન નામે ધર્મપત્ની હતા. તેમને માકેરબહેન, મણીભાઈ અને માણેકબહેન એમ ત્રણ સંતાને હતા. આ ત્રણે સિંહ રાશીના નામવાળાં હેવાથી સિંહ જેવા પરાક્રમી હતા. સ્વ. ગુરૂમહારાજના સંસારીપણાના સંબંધીઓ ભાભી લલિતાબહેન તથા તેમના સુપુત્ર સુંદરલાલભાઈ તથા સુપ્રસિદ્ધ ડે. પન્નાલાલભાઈ ભાણેજ ડે. ચીમનલાલભાઈ હાલમાં વિદ્યમાન છે તથા તેઓના કાકાના પુત્ર વાડીલાલભાઈ વૈદ્ય તેઓશ્રીને અનેક શુભ કાર્યોમાં સહકાર આપતા. આથી તેઓને પણ અમે આ પ્રસંગે સ્મૃતિપથમાં લાવીએ છીએ. તેમાં માણેકબહેનના સંસ્કાર બાળવયથી ધર્મમય અને ત્યાગ ભાવના