________________
: ૨૫ :
ખાતામાં સારી રકમ ભક્તજનની ભાવના હોવાથી ભરાવી. મૂંગા પ્રાણીઓને માટે પણ સારી રકમ ખર્ચાવી તૃપ્ત કર્યા.
શિહેરના શ્રાવિકા બહેનની ભાવનાથી એક ચાતુર્માસ શિહેર કર્યું. અહીંથી પોતાના ગુરૂણીશ્રી દાનશ્રીજીની નિશ્રામાં જવાની ભાવના જાગી અને શિહેરથી વિહાર કરી કપડવંજ પહોંચી ગયા ને ત્યાં પૂ. દાનશ્રીજીની સેવા સુશ્રષામાં એક વર્ષ રહ્યા ત્યાં તે કાળ રાજાએ બળવો કર્યો અને ગ૭ નાયક પૂજ્ય પાદ ગુરૂણ શ્રી દાન શ્રી જી. મ. સ. ૨૦૦૬ના મહા વદ ૧૧ ના દિને કપડવંજમાં સ્વર્ગે સીધાવ્યા. દીક્ષા પછી થોડો સમય પૂજ્ય ગુરૂણીશ્રીની નિશ્રામાં રહ્યા પછી ઘણે સમય યાત્રાર્થે દૂર દૂર વિચર્યા પણ તેઓશ્રીને કુદરતી પ્રેરણા થઈ અને છેલ્લું ચાતુર્માસ તેમની નિશ્રામાં કર્યું અને સેવાને લાભ લીધે. ગુરૂ વિરહે સૌ દુખિતુ થયા. તેમના નિમિત્તે અઠ્ઠાઈ મહત્સવ વગેરે ધર્મ ભાવનાના કાર્યો થયા. હિંદુસ્તાન પાકિસ્તાન થયું ત્યારે જૈન સમાજમાં ભારે ઝંઝાવાત થયો. પૂજ્યપાદ શાસન દીપક યુગવીર આચાર્યશ્રી અને શિષ્યવૃંદ પૂ. સાધ્વીજીઓ અને ગુજરાનવાલા શ્રી સંઘ બધા પાકિસ્તાનમાં હતા. ભારે જહેમત અને હિંદભરના જૈનોના જમ્બર પ્રયાસેથી પૂજ્ય આચાર્ય શ્રી વગેરે ક્ષેમ કુશળ અમૃતસર પધાર્યા અને ત્યાંથી ગુજરાત તરફ વિહાર કરી પાલણપુર પધાર્યા ત્યારે જૈન સંઘે તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું આપણું માણેકશ્રીજીની ભાવના ગુરૂદેવના દર્શનની તીવ્ર હતી. તેથી ગુરૂબહેનને સમજાવી લાંબા વિહાર કરી પાલણપુર પધાર્યા. ગુરૂદેવના દર્શન કરી પાવન થયા. ચાતુર્માસમાં ગુરૂ