________________
: ૨૩ :
તરફ વિહાર કર્યો. રસ્તામાં તેમના પૂજ્ય માતુશ્રીની બિમારીના સમાચાર મળ્યા પણ નજીક હોવા છતાં ગયા નહિ. તેઓ કહેતા કે બની શકે છે ધમીને બેધ પમાડે પણ મેહ વશ કુટુંબી છે માટે જવું જ જોઈએ તે સાધુ-સાધ્વી માટે ઉચિત ન ગણાય. સુરત ચાતુર્માસ કરી મુંબઈ પધાર્યા. અહીં શ્રદ્ધા ભક્તિ ધરાવનાર શ્રી હીરાકેરબહેન આદિની વિનંતિ સ્વીકારી સૌથી પ્રથમ શ્રી નમિનાથના ઉપાશ્રયમાં ચાતુર્માસ કર્યું. ત્યારે મુંબઈમાં સાધ્વીઓ કવચિત જ પધારતાં અને તપગચ્છમાં તો માણેકશ્રીજી મ.નું પ્રથમ ચાતુર્માસ થયું. શ્રી નમિનાથના ટ્રસ્ટી ધર્મનિષ શ્રી અમૃતલાલ કાલીદાસભાઈની ભક્તિ પ્રશંસનીય હતી.
અહીં રહેવા છતાં શ્રી ગેડીજી આદીશ્વર શાંતિનાથ વગેરે દરેક સ્થળે પર્વોની આરાધના કરાવવા માટે ચેડા થડા સાવીએને મોકલતા હતા. આ ચાતુર્માસમાં સંયમની કટી પણ થઈ. મુંબઈમાં આ વખતે બેખ્ખ પડતા હતા. રસ્તા બંધ થઈ જતા. કરફયુ ઓર્ડર ચાલતા, રાત્રિના ધડાકા પણ થવા લાગ્યા હતા. આ સમાચાર મળતાં જ ગામે ગામથી તાર ટપાલ આવવા લાગી પરંતુ મહારાજશ્રી તે નીડર હતા. સાધ્વીઓને પણ કહેતા કે તમે કઈ જરા પણ ડરશે નહિ. મરવું તે એક વાર જ છે. આપણે સારામાં સારી આરાધના કરીએ કે જેથી આપણી સાથે સર્વનું ભલું થાય. આ પ્રમાણે આરાધનામય ચાતુર્માસ પૂર્ણ કર્યું અને બધાને શાંતિ રહી. અહીંથી વિહાર કરી દક્ષિણમાં શિરપુર ચાતુર્માસ કર્યું. તે અહીં જેઠ સુદ ૮ ના પૂ૦ આત્મારામજી મહારાજ શ્રીની