________________
: ૨૨ :
છે. તે તે બહુજ મક્કમ વિચારના હતા. કહેવત છે કે ડરે તે કરે નહિ અને કરે તે ડરે નહિ.
વિહાર પણ લાંબા લાંબા કરી જયપુર, અજમેર, નાની મારવાડ વગેરે પ્રદેશમાં થઈ, વિહારમાં મુકેલી આવે તે ચોરામાં કે બ્રાહ્મણ આદિના ઘરની યાચના કરીને ઉતરતા.
આ વાતની જાણ અમને પાછળથી થઈ એટલે તે પ્રસંગ પણ અત્રે લઈએ છીએ. આ રીતે તેઓશ્રીના સંયમ જીવનમાં આવા પણ પ્રસંગે ઘણીવાર બન્યા છે.
એક પ્રસંગ તે બહુ યાદગાર બની ગયો છે. એક લુહારને ઘેર ઉતરવાનું બન્યું. તે લુહાર છ મહિનાથી બિમાર હતે. પરંતુ કુદરતને કરવું ને મહારાજશ્રીના પગલાં થતાં જ તેને સારું થયું અને તેની શ્રદ્ધા વધી કે જેન સાધુ-સાધ્વીને સ્થાન આપવાથી ઘણે લાભ મળે છે અને જ્ઞાન મળે છે. આ પ્રમાણે સતત વિહાર કરી વડેદરા પહોંચી ગયા. પૂ. આચાર્યશ્રીના દર્શન કરતાં અપૂર્વ આનંદ અનુભવ્યો. શતાબ્દિ મહોત્સવ જેવાની અનેરી તક મળી. આ ચાતુર્માસ જન્મભૂમિ વડોદરામાં કર્યું. અહીંથી વિહાર કરી રાધનપુર પધાર્યા. અહીં ચાતુર્માસ કર્યું. આ સમયે રાધનપુરમાં રેગ ફેલા અને એક સાથે અનેક મુત્યુ થવા લાગ્યા. મહારાજ શ્રી પણ સપડાયા તે પણ જ્ઞાન ધ્યાન પૂર્વક ચાતુર્માસ પૂર્ણ કર્યું.
પુનમે વિહાર કરી પાલણપુર આવી પૂ. આચાર્ય ભગવંતના દર્શનનો લાભ લીધે. ત્યાર બાદ કપડવંજ થઈ સુરત