________________
: ર૯ : ચાર પાંચ દિવસ રહ્યા. ગુરૂદેવની કૃપાથી છેડી શક્તિ મળી અને શ્રી જગ વલ્લભ પાર્શ્વનાથના દર્શનની ભાવના પૂરી થઈ. ચાતુર્માસ માટે પણ ગુરૂ કૃપાથી વ્યયવસ્થા થઈ જશે તેમ ગુરૂમહારાજને શ્રદ્ધા હતી. એમ જ બન્યું. કેલ્હાપુર નિવાસી શ્રી બાબુભાઈ પરમાર પૂ૦ રામચંદ્રસૂરીજીના ભક્ત અહીં આવ્યા. તેમણે કોલ્હાપુર પધારવા વિનંતિ કરી. કેહાપુરમાં લક્ષમીપુરીમાં મુનિ સુવ્રત સ્વામીનું ભવ્ય જીનાલય છે. મહારાજશ્રીની ભાવના પણ દર્શન માટે હતી. અહીંથી વિહાર કરી અષાડ સુદ આઠમે ત્યાં પહોંચ્યા. અહીં સંઘના આગ્રહથી ચાતુર્માસ કર્યું. આ ચાતુર્માસમાં મહારાજશ્રીએ સિદ્ધિ તપ કર્યો. બહેનેએ ખૂબ લાભ લીધે.
કાર્તિક પૂર્ણમાએ એક સ્થાનકવાસી ભાઈની ભાવનાથી તેમને બંગલે બહાર ચોમાસું બદલ્યું. સ્થાનકવાસી હેવા છતાં તેમની ભાવના ઘણી ઉંચી હતી. દર્શન, વ્યાખ્યાનને લાભ લેતા હતા. ચાતુર્માસ પૂર્ણ થયું. કુલ્પાકજી તીર્થની યાત્રાએ જવા નિર્ણય કર્યો. પોતે વયેવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ દઈ તપસ્વી અને અમારા પરમ પૂજ્ય હોવા છતાં કદી આજ્ઞા ન કરતા. અમને પૂછતા એ એમની કેવી વિનમ્રતા અને શિષ્યાઓ પ્રત્યેને કે મમતા ભાવ !
કહાપુરથી વિહાર કરી નપાણી, સાંગલી, મીરજ, વિજાપુર, સોલાપુર, હૈદ્રાબાદ ગયા. ત્યાં આ તરફ સાધ્વીને વિહાર એ છે તેથી શ્રીસંઘ બધી જગ્યાએ. ખૂબ સેવા ભાવ દર્શાવતું હતું. આ રીતે કુલપાકજીમાં ભરત મહારાજના વીંટીન નંગની માણિક્યની મૂર્તિ બહુ જ ચમત્કારી છે. મૂળ