________________
: ૨૮ : અને સાધ્વીઓને મોટા જેગ કરાવવા સૂચના કરી તેથી મુંબઈમાં વિશેષ સ્થિરતા કરવા નિર્ણય થયે- તે સમયે એક ન પ્રસંગ પણ ઉપસ્થિત થયો. એક બહેનની દીક્ષા હતી.
અહીં આચાર્ય મહારાજને પં. શ્રી પૂર્ણાનંદ વિજયજીએ પ્રાર્થના કરી. શ્રી માણેકશ્રીને પ્રવતિની પદ આપવું જોઈએ, આપણા માણેકશ્રીજીએ કહ્યું કે સાહેબ હું તે તે માટે ગ્ય નથી. પણ મુનિશ્રી પૂર્ણાનંદવિજયજીને આચાર્ય પદવી આપવી જોઈએ.
આચાર્યશ્રીએ જણાવ્યું કે પંજાબમાં પણ કેઈને આચાર્ય પદવી આપવી જોઇશેને. મુનિ પૂર્ણાનંદવિજયને અત્રે ઉપાધ્યાય પદ અપાશે અને પંજાબમાં આચાર્ય પદવી અપાશે.
વડોદરામાં મુનિરત્ન શ્રી પુણ્યવિજયજીને આગમ પ્રભાકરની પદવી અપાઈને વડોદરાના સંઘમા આનંદ આનંદ છવાઈ રહ્યો. એજ દિવસે આપણું માણેકશ્રાજીની ભાવના ન હોવા છતાં બધાના આગ્રહથી વિધિ વિધાન પૂર્વક પ્રવર્તિની પદ અર્પણ કરવામાં આવ્યું. સાધ્વી સમાજને પણ આનંદ થયો. ઘાટકેપરમાં ઉપધાન બહુ આનંદ પૂર્વક ચાલુ થયાં. ઉપધાનમાં બહેનેને પ્રતિક્રમણદિના આદેશ આદિ ક્રિયા આપણું માણેકશ્રીજી કરાવતા હતા. ઉપધાન પછી થાણા થઈને પુના આવ્યા. અહીં અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ હતું. અહીં તે નિમિત્ત ૨૫ દિવસ રહી વૈશાખ વદમાં વિહાર કરી જેઠ વદ ૧૩ના કુંભેજ પહોંચ્યા. પણ અહીં વરસાદ વધુ પ્રમાણમાં થયે. ચાતુર્માસનું નકકી ન હતું. પરંતુ મહારાશ્રીની તીર્થમાં ગયા પછી શાંતિથી યાત્રા કરવાની ભાવનાથી