________________
[: ૨૧ :
જગામા ગામમાં પહોંચ્યા ત્યારે મહારાજશ્રી એકાએક બિમાર પડી ગયા, એ વખતે આજના પૂ. આચાર્ય મ. શ્રી કલાસસાગર સૂરીશ્વરજી મ. સંસારી અવસ્થામાં ત્યાંના રહીશ હતા, તેઓએ તથા અન્ય શ્રાવકોએ ખૂબજ સેવા શુશ્રુષા કરી સાધર્મિક ભક્તિને પણ સારે લાભ લીધે. તબીયત સારી થયા બાદ વિહાર કરી જીરા ગામમાં પધાર્યા. અહીં તેઓશ્રીની દાદી ગુરૂજી પ્રવાર્તની સાધ્વીજીશ્રી દેવશ્રીજી મ. સાથે ચાતુ. ર્માસ કરી લુધિયાના બીજું ચાતુર્માસ કર્યું. સ્વ. ગુરૂદેવ પૂજ્યશ્રી આચાર્ય ભગવંત આત્મારામજી મહારાજની સમાધિ મંદિરના દર્શનાર્થે ગુજરાનવાલા પધાર્યા. વિહારને સમય થયો ત્યાં તે આચાર્ય પ્રવર શ્રીમદ્દ આત્મારામજી મહારાજશ્રીના શતાબ્દિ મહોત્સવના સમાચાર આવ્યા અને એ મહેત્સવ પિતાની જન્મભૂમિમાં થતું હોવાથી પંજાબી ભાઈ બહેનોની દર્દભરી વિનંતિ છતાં ગુજરાત તરફ વિહાર કરવા વિચાર્યું. પંજાબના શ્રી સંઘે પૂ. આચાર્યશ્રીને માણેકશ્રીજી મને પંજાબમાં વિશેષ લાભ આપવા આજ્ઞા કરવા વિનંતિ કરી. પૂ. માણેકથી મને શતાબ્દિ મહોત્સવને જોવાની ઉત્કંઠા વાળો પત્ર જવાથી આચાર્યશ્રીએ પણ પંજાબ શ્રી સંઘને જણાવ્યું કે સાધુ તો ચલતા ભલા, માણેકશ્રીજીની ભાવના શતાબ્દિ પ્રસંગે વડેદરા પહોંચવાની હોય તે વિદાય આપશે. પંજાબના બહેન ભાઈઓનું આકંદ તે એવું હતું કે કાએ પિચ આત્મા ડગી જાય પણ મહારાજશ્રીને દઢ નિશ્ચય હતું તેથી નીકળી શકયા.
આ ઉપરાંત તેઓ એવા તે સહૃદયી હતા કે સાધ્વી વંદને પૂછીને નિર્ણય કરે તેમાં તેમની નમ્રતાના દર્શન થયા.