________________
: ૨૦ :
દ્વારક પૂજ્યપાદ આચાર્યપ્રવર શ્રી સાગરનંદસૂરીશ્વરજી મ. આગમ વાચના આપતા હતા તેને અપૂર્વ લાભ આપણા સાધ્વીશ્રી માણેકશ્રીજીએ લીધે. સં. ૧૯૭૭નું ચાતુર્માસ પાટણમાં થયું. અહીં સાધ્વીશ્રી વિમળ શ્રીજી મ. પ્રેરિત પિતે વિવિધ પ્રકારના રાગેથી પૂજાએ ભણાવતા જે સાંભળીને શ્રોતાજને ચકિત થઈ જતા તેમજ જ્ઞાનાભ્યાસ પણ સુંદર રીતે ચાલતું હતું.
૧૯૭૮નું ચાતુર્માસ મહેસાણામાં થયું સં ૧૯૭૯-૮૦ના બે ચાતુર્માસ કપડવંજ થયાં. આ રીતે ગુરૂ નિશ્રામાં રહી પ્રગતિ કરતા રહ્યા, સંઘવી નગીનદાસ કરમચંદના સંઘમાં કચ્છની યાત્રાએ પધાર્યા અને કચ્છની યાત્રા કરી સૌરાષ્ટ્રમાં માંગરોલમાં એક ચાતુર્માસ કર્યું. ત્યાર બાદ ગુરૂણી. મ. સાથે નાની મોટી મારવાડની સર્વ યાત્રા કરી બિકાનેર તથા સાદડી ચાતુર્માસ કર્યું. ત્યાંથી સ્વ. આ. મ, શ્રી આત્મારામજી મ. સાની સમાધિના દર્શનાર્થે પંજાબ જવાની ભાવના જાગી ને દિલ્હી તરફ વિહાર કર્યો.
દિલ્હી ચાતુર્માસ કર્યા પછી કેઈની પણ સહાયતા વિના ૧૮ અને ૨૦-૨૦ માઈલના લાંબા ઉગ્ર વિહાર કરી પંજાબમાં અંબાલા શહેરમાં પધાર્યા. અહીં પંજાબી ભાઈ–બહેને એ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું. તેમણે શુદ્ધ હિન્દી ભાષામાં મધુર સ્વરે વ્યાખ્યાન આપ્યું. એટલે જ્યાં તેઓશ્રી વિચર્યા ત્યાં ત્યાં વ્યાખ્યાન સાંભળવા બહેન-ભાઈઓ ઉમટી આવતા હતા. ચાતુર્માસ માટે આગ્રહ કરવા છતાં મહારાજશ્રી તે મક્કમતાથી આગળ વિહાર કરતાજ રહ્યા. જ્યારે મહારાજ