________________
१ स्थानाध्ययने पापसत्तास्वरूपम् १२ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ એજ પ્રમાણે પાયના ઉત્કર્ષમાં અધમતા થાય છે. તરતમયોગે પાપનો અપકર્ષ થવાથી ઉચ્ચતા થાય છે. અને સર્વથા પાપનો ક્ષય થવાથી અપથ્ય આહારના દૃષ્ટાંતે જીવનો મોક્ષ થાય છે. (૭૬)
અહિં સમાધાન—અત્યંત અલ્પ પાપ હોવાથી સુખનો પ્રકર્ષ એમ તમે જે કહ્યું તે અયુક્ત છે, કારણ કે આ સુખના પ્રકર્ષનો અનુભવ તે સ્વાનુકૂલ કર્મના પ્રકર્ષનો અનુભવ હોવાથી દુઃખના પ્રકર્ષના અનુભવની માફક ઉત્પન્ન થાય છે. જેમ દુઃખના પ્રકર્ષનો અનુભવ પોતાના અનુરૂપ પાપકર્મના પ્રકર્ષથી ઉત્પન્ન થયેલ છે એમ તમારા વડે સ્વીકાર કરાયેલ છે, તેમ આ સુખના પ્રકર્ષનો અનુભવ પણ પ્રકર્ષ અનુભૂતિ હોવાથી પોતાને અનુરૂપ પુણ્યકર્મના પ્રકર્ષથી ઉત્પન્ન થશે. એવી રીતે પ્રમાણનું ફ્લ છે. ૧૧
પુણ્યનો પ્રતિપક્ષભૂત પાપ છે માટે હવે તેનું સ્વરૂપ કહે છે—'ણે પાવે' પાશતિ-આત્માને બાંધે છે, વિકલતા કરે છે, આત્માને પાડે છે, આત્માના આનંદરસને શોષે છે અને ક્ષીણ કરે છે તે પાપ છે. તે જ્ઞાનાવરણાદિ બ્યાશી ભેદરૂપ છે. તે કહે છે– नाणंतरायदसगं, दंसण णव मोहणीयछव्वीसं । अस्सायं निरयाऊ, नीयागोएण अडयाला ।।७७।। निरयदुगं तिरियदुगं, जाइचउक्कं च पंच संघयणा । संठाणा वि य पंच उ, वन्नाइ चउक्कमपसत्थं ॥ ७८ ॥ उवघाय कुविहयगई, थावंरदसगेण होंति चोत्तीसं । सव्वाओ मिलिआओ, बासीती पावपगईओ ।।७९।।
૧-૫ પાંચ જ્ઞાનાવરણીય, ૬–૧૦ પાંચ અંતરાય, ૧૧-૧૯ નવ દર્શનાવરણીય, ૨૦–૪૫1 છવીસ મોહનીયટ, ૪૬ અસાતાવેદનીય, ૪૭ નરકાયુ, ૪૮ નીચગોત્ર, હવે ૪૯ થી ૮૨ સુધીની નામકર્મની ચોત્રીસ પ્રકૃતિઓ કહે છે. ૪૯-૫૦ નરકગતિ અને નરકાનુપૂર્વી, ૫૧-૫૨ તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વી, ૫૩-૫૬ એકેન્દ્રિયાદિ ચાર જાતિ, ૫૭-૬૧ પહેલા સિવાયના પાંચ સંઘયણ, ૬૨-૬૬ પહેલા સિવાયના પાંચ સંઠાણ, ૬૭–૭૦ અશુભવર્ણાદિ ચાર, ૭૧ ઉપઘાત†, ૭૨ અશુભવિહાયોગતિ, ૭૩–૮૨ સ્થાવરદશક–એ સર્વ મળીને બ્યાસી પાપપ્રકૃતિઓ છે. (૭૭–૭૯)
તે પાપ બ્યાસી ભેદે છે તો પણ પુણ્યાનુબંધી અને પાપાનુબંધી ભેદથી બે પ્રકારે પણ છે, અથવા અનંત જીવોને આશ્રિત હોવાથી અનંત પ્રકા૨ે પણ છે, તથાપિ અશુભનું સમાનપણું હોવાથી પાપ એક છે. શંકા—કર્મ છતે પણ એક પુણ્ય જ છે, તેનો પ્રતિપક્ષભૂત પાપકર્મ નથી. શુભ અને અશુભ ફ્લોની સિદ્ધિ પુણ્યથી જ થાય છે. તે આ પ્રમાણે—પરમ ઉત્કૃષ્ટ જે આ શુભ ફળ, તે પુણ્યના ઉત્કર્ષનું કાર્ય છે. પુનઃ પુણ્યના ઉત્કર્ષથી જે અલ્પ, અલ્પતર અને અલ્પતમ ફળ, તે તરતમયોગ વડે અપકર્ષના ભેદવિશિષ્ટ પુણ્યનું જ ફળ છે. તરતમયોગ વડે અપકર્ષના ભેદની છેવટ પરમ પ્રકર્ષની હાનિ પર્યંત, તથા પરમપ્રકર્ષ વડે હીન પુણ્યનું ઓછામાં ઓછું શુભ ફળ–કંઈક જે શુભ માત્રા તે જ અત્યંત દુઃખ. આ તાત્પર્ય છે. તે જ ઓછામાં ઓછું પુણ્યવિશિષ્ટ દુઃખ પ્રકર્ષનો સર્વથા નાશ થયે છતે પુણ્યાત્મક બંધના અભાવથી મોક્ષ છે. જેમ અત્યંત પથ્ય આહારના સેવનથી પુરુષને પરમ આરોગ્યનું સુખ થાય છે તે જ પુરુષને કંઈક કંઈક પથ્ય આહારના ત્યાગથી અને અપથ્ય આહારની વૃદ્ધિથી આરોગ્ય સુખની હાનિ થાય છે તેમજ સર્વથા આહારના ત્યાગથી પ્રાણનો નાશ થાય છે. અહિં પથ્ય આહાર ઉપમા છે અને પુણ્ય ઉપમેય છે, અર્થાત્ પુણ્ય પથ્ય આહાર સમાન છે. અહિં સમાધાન કરે છે—જે આ દુઃખ પ્રકર્ષની અનુભૂતિ તે સુખના પ્રકર્ષની અનુભૂતિ (અનુભવ)ની માફક પ્રકર્ષનું અનુભવપણું હોવાથી સ્વયોગ્ય કર્મના પ્રકર્ષથી ઉત્પન્ન થાય છે. જેમ સૌખ્ય પ્રકર્ષની અનુભૂતિ, સ્વઅનુરૂપ પુણ્યકર્મના પ્રકર્ષથી ઉત્પન્ન થાય છે એમ તમારા વડે સ્વીકારાયેલ છે, તેમ આ પણ દુઃખના પ્રકર્ષની 1. આ ૪૫ પ્રકૃતિ ઘાતિપ્રકૃતિઓ છે.
2. સમકિતમોહનીય અને મિશ્રમોહનીય બે પ્રકૃતિ બંધ'માં નથી માટે ૨૬ કહેલ છે. અનાદિ મિથ્યાત્વીને ઉદયમાં પણ તે બે નથી. સમકિત પામ્યા બાદ મિથ્યાત્વમોહનીય જ ત્રણ ભાગે વહેંચાય છે અર્થાત્ ત્રણ પુંજ કરાય છે.
3. નીલ ને કૃષ્ણવર્ણ, દુરભિ ગંધ, તિક્ત, કટુરસ, ગુરુ, કર્કસ, શીત અને રુક્ષ એ ચાર સ્પર્શ એ નવ ભેદ અશુભ છે.
4. પોતાના અંગોપાંગથી દુ:ખી થવું તે. જેમ પ્રતિજીભ (કાકડો), રસોળી વગેરેથી.
27