________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने पापसत्ता १२ सूत्रम् માફક પ્રત્યક્ષાદિ પ્રમાણનો વિષય ન હોવાથી કર્મ જ વિદ્યમાન નથી, જો કર્મ જ નથી તો પુણ્યકર્મની સત્તા ક્યાંથી હોય? સમાધાન–આ કહેવું અસત્ય છે; કારણ કે કર્મ અનુમાનથી સિદ્ધ છે. તે આ પ્રમાણે-કર્મ સુખ-દુઃખના અનુભવનો હેતુ છે. કાર્ય હોવાથી જેમ બીજ અંકુરનો હેતુ છે તેમ અહિં જાણવું. જે અનુભવનો હેતુ છે તે કર્મ. તે કારણથી કર્મ છે. કદાચ આવી તમારી મતિ (શંકા) થાય કે-સુખ-દુઃખના અનુભવ તો ઈષ્ટ અને અનિષ્ટ વિષયની પ્રાપ્તિમય દૃષ્ટ જ (દેખાતો) હેતુ થશે, પણ અહિં અદૃષ્ટ કર્મની કલ્પના શા માટે કરવી? કારણ કે પ્રત્યક્ષ દેખાતા નિમિત્તને છોડીને અન્ય નિમિત્તનું અન્વેષણ કરવું તે યોગ્ય નથી. સમાધાન–એ તમારું કથન મુક્તિવાળું નથી, કારણ કે હેત વ્યભિચારી છે. અહિં ઈષ્ટ શબ્દાદિ વિષયસુખના સાધન સહિત બે મનુષ્યોને સાધનના લમાં તફાવત જોવાય છે અર્થાત્ એકને દુઃખનો અનુભવ થાય છે અને બીજાને સુખનો અનુભવ થાય છે. તેમજ અનિષ્ટ સાધનસંપન્ન બન્ને મનુષ્યોને ફલમાં ભેદ જોવાય છે, એકને સુખનો અનુભવ થાય છે અને બીજાને દુઃખનો અનુભવ થાય છે. આ વિશેષ (ભેદ) હેતુ વિના સંભવી શકશે નહિં, સુખ દુઃખના અનુભવના હેતુરૂપ જે દૃષ્ટ હેતુ તે સાધનોનો વિપર્યાસ હોવાથી યોગ્ય નથી. અવિશિષ્ટથી સુખ-દુઃખનો અનુભવ, કાર્યપણું હોવાથી ઘડાની માફક . વિશિષ્ટ હેતુવાળો છે. સમાન સાધનસંપન્ન બંને વ્યક્તિમાં જે તેના વિશેષમાં હેતુતે કર્મ, તે કારણથી કર્મ છે. ભાષ્યકાર કહે છે કે– जो तुल्लसाहणाणं, फले विसेसो न सो विणा हेउं । कज्जत्तणओ 'गोयम!, घडो व्व हेऊ य से[सो] कम्मं ॥७४॥
I [વિરોષાવશ્ય ૨૬૨૨ ]િ જે તુલ્ય સાધનવાળા મનુષ્યાદિને ફળમાં વિશેષ તફાવત જણાય છે તે તફાવત ઘટાદિની જેમ કાર્યરૂપ હોવાથી હેતુ વિનાનો નથી. અને એમાં જે હેતુ છે તે કર્મ છે. (૭૪)
કર્મની સિદ્ધિ માટે બીજું અનુમાનપ્રમાણ કહે છે-ઈદ્રિયાદિ વિશિષ્ટ હોવાથી આ બાલશરીર અન્ય દેહપૂર્વક છે, આ અનુમાનમાં જે શરીર ઇંદ્રિયાદિવાળું છે તે શરીર અન્ય શરીરપૂર્વક જોવાય છે. જેમ યુવાન શરીર બાલદેહપૂર્વક છે તેમ ઈદ્રિયાદિવાળું આ બાલશરીર છે, તે કારણથી અન્ય શરીરપૂર્વક છે, અને જે અન્ય શરીરપૂર્વક આ બાલશરીર છે તે કર્મ. તે કારણથી કર્મ છે. ભાષ્યકાર કહે છે કે__बालसरीरं देहतरपुव्वं इंदियाइमत्ताओ ।जह बालदेहपुल्वो, जुवदेहो पुव्वमिह कम्मं ।।५।। [वि॰आ० १६१४ त्ति]
જેમ યુવાનનું શરીર બાળ શરીરપૂર્વક છે તેમ બાળશરીર પણ ઇન્દ્રિયાદિવાળું હોવાથી શરીરાત્તરપૂર્વક છે. તેની પૂર્વે જે શરીર છે, તે કામણ શરીર છે.(૭૫)
શંકા-કર્મનો સદ્ભાવ છતે પણ એક પાપ જ પદાર્થ વિદ્યમાન છે, પરંતું પુણ્ય પદાર્થ નથી. જે પુણ્યનું દ્ય સુખ કહેવાય છે તે તરતમયોગથી અલ્પ પાપનું જ ફલ છે, જે કારણથી પાપનો પરમ ઉત્કર્ષ (વૃદ્ધિ) છતે અધમમાં અધમ ફલ થાય છે. તરતમયોગ વડે અપકર્ષ (ઓછાશ)ના ભેદરૂપી પાપની માત્રાની વિશેષ વૃદ્ધિ અને હાનિથી થાવ છેલ્લો અપકર્ષ, તેમાં જે કાંઈપણ પાપની માત્રા રહે છે તેમાં જ અત્યંત શુભફળપણું છે, પાપના ઘટવાથી અને તે પાપનો જ સર્વથા ક્ષય થવાથી મોક્ષ થાય છે. ઉદાહરણ–અત્યંત અપથ્ય આહારના સેવનથી રોગ થાય છે અને તે જ અપથ્ય આહારનો થોડો થોડો ઘટાડો કરવાથી છેવટ અલ્પ અપથ્ય આહારપણું આરોગ્યને કરનારું છે અને સર્વથા આહારના ત્યાગથી પ્રાણનો નાશ થાય છે. ભાષ્યકાર કહે છે કે – पावुक्करिसेऽधमया, तरतमजोगाऽवकरिसओ सुभया । तस्सेव खए मोक्खो, अपत्थभत्तोवमाणाओ ॥७६।।
[विशेषावश्यक० १९१० त्ति] 1. આ ગાથા, અગ્નિભૂતિને ઉદ્દેશીને કહેલ છે. 2. આદિ શબ્દથી સુખિત્વ, દુઃખિત્વ અને પ્રાણી પાતાદિ હેતુઓ જાણવા. 3. અહિં અન્ય શરીર તે કાર્યણશરીર જાણવું અને તે જ કર્મ છે.
26