Book Title: Shubh Sangraha Part 01 Author(s): Akhandanand Bhikshu Publisher: Sastu Sahitya Vardhak Karyalay View full book textPage 5
________________ ग्रंथवांचनना फायदा यस्यास्ति सद्ग्रन्थविमर्शभाग्यं किं तस्य शुष्कैश्चपलाविनोदैः। અર્થાત–જેના ભાગ્યમાં સારા સારા ગ્રંથે વાંચવાવિચારવાના હોય તેના આગળ ચંચળ લક્ષ્મીના શુષ્ક વિનેદ શી ગણત્રીમાં છે? મહાત્મા ગાંધીજી લખે છે કે:-“પુસ્તકમાં હું ગુંથાયલો રહી શકતો તેથી મને બે માસ વધારે જેલ મળત તેપણ કાયર નહિ થાત; એટલું જ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયોગી વધારે કરી શકવાથી હું ઉલટ વધારે સુખચેનામાં રહેત. હું માનું છું કે, જેને સારાં પુસ્તકો વાંચવાનો શોખ છે; તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઈથી વેઠી શકે છે. ૪૪ એક પછી બીજું, એમ પુસ્તક વાંચતાં છેવટે તમે અંતર વિચાર પણ કરી શકશો.” સ્વ. પઢિયાર લખે છે કે “બંધુઓ ! સારાં પુસ્તક એટલે શું એ તમે જાણે છે ? સારાં પુસ્તકની કિંમત તમે સમજે છે? ભાઈ! હજી આપણે એ નથી સમજતા. જે સમજતા હોઈએ તે આપણું હાલત આવી ન હોય. મને તો લાગે છે કે, જ્ઞાન એ આકાશ છે અને પુસ્તકે એ તેમાં શેભી રહેલા ચળકતા તારાઓ છે; જ્ઞાન એ સમુદ્રને લાભ લઈ શકાય તેવાં વહાણે છે; જ્ઞાન એ સૂર્ય છે અને આપણા ઘરમાં આવી શકે એ તેને પ્રકાશ તે પુસ્તકે છે; જ્ઞાન એ સેનાની ખાણ છે, અને પુસ્તકે તે તેમાંથી બનાવેલા આપણને બંધબેસતા થાય તેવા દાગીના છે; જ્ઞાન એ મોટામાં મેરી કિંમતી નટે છે, અને પુસ્તકે તે આપણું રોજના ઉપયોગમાં આવી શકે એવા ચલણી સિક્કાઓ છે; જ્ઞાન વાયું છે, અને પુસ્તકો તે એ વાયુને ખેંચી લાવી ઠંડક આપનાર પંખાઓ છે. જ્ઞાન એ અગ્નિ છે અને પુસ્તકે તે એ અગ્નિથી પ્રકટાવેલા દીવા છે; જ્ઞાન એ પૃથ્વી છે અને પુસ્તકે તે આપણને રહેવાલાયક મકાન છે; જ્ઞાન તે અનાજને ભંડાર છે, અને પુસ્તકે તે રોટલા છે; જ્ઞાનતે મેધ છે, અને પુસ્તકે તે આપણા ઘરમાં રહી શકે તેવાં પાણી ભરેલાં માટલાં છે; અને જ્ઞાન તે સર્વશક્તિમાને પરમા મા છે, અને પુસ્તકો તે એનો રસ્તો દેખાડનાર પૂજનીય દેવો છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 198