Book Title: Shrutsagar Ank 2013 12 035
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુવાણી આ. ઘઢસાગરસૂરિજી વિષયઃ જ્ઞાન અને જ્ઞાની જ જ્ઞાની સંસારના વિષય ભોગોનો ત્યાગ કરીને સંસારનો ક્ષય કરે છે. અજ્ઞાની સંસારના વિષય-ભોગોમાં સંસારની વૃદ્ધિ થાય છે. છે વર્તમાન જીવનમાં ફેમિલિ ડૉક્ટર અને ફેમિલિ વકીલનું કેટલું બધું મહત્ત્વ છે! મારી સલાહ છે કે વર્તમાન જીવન શાંતિથી જીવવા, પરલોક સુધારવા એક ફેમિલિ સાધુ જરૂર રાખજો. તે ફી નહીં લે અને પરોપકાર કરશે. જે ડૉક્ટર પાસે દરદી જાય, એ ભૂલ કરે તોપણ ડોક્ટરની ફરજ છે કે દરદીને બચાવે, તેને મરવા ન દે, તેવી જ રીતે સાધુ પણ ડૉક્ટર જેવો જ છે. સંસારી આત્મા ભૂલો કરે તો પણ તેને ઉપદેશ આપવો અને તેના જીવનને બચાવી લેવું. છે જેને સંસારના વૈભવનો પાર નથી, જેને ત્યાં અનેક પ્રકારનાં સુખો છે, ગાડી છે, વાડી છે, દુકાનો છે, ઘણાં સગાં-વહાલાં છે, લાખો રૂપિયાની સંપત્તિ છે તે સર્વનો ત્યાગ કરીને બાવા, ફકીર કે સંત બને તે જગત ઉપર મહાન ઉપકાર કરી શકે છે. સાધુ જગતથી નિરપેક્ષ છે. જાતને જોઇને ચાલે તે સાધુ નહીં. છે જેને પોતાનું અને પરનું કલ્યાણ કરવાની ભાવના હોય તેણે નાનપણથી જ સંત બનવું જોઈએ, જેથી સંસારના કુસંસ્કારો જીવનમાં ન આવે અને સીધા જ સારા સંસ્કારો પડે, હોંશિયાર થઈ જગતના જીવોનું કલ્યાણ કરી શકે. રૂપવતી સુંદરીના મધુર સંગીતને સાંભળવામાં જેવો રસ આવે છે તેવો રસ સંતોની વાણીમાં આવી જાય, સુંદરીને જોવામાં જે મજા આવે છે તે ભગવાનનાં દર્શન કરવામાં આવી જાય, મીઠાઈ ખાવામાં જે મજા આવે છે તે ભગવાનના ગુણ ગાવામાં આવી જાય, ગાદી, તકિયા, પલંગ પર સૂવાની જે મજા આવે છે તે ભોંય પર સૂવાથી આવી જાય તો સમજવું કે આપણે સાચા મહાત્મા બન્યા છીએ. આ સ્મશાનમાં શબના અગ્નિસંસ્કાર માટે જાઓ અને ત્યાં વૈરાગ્ય આવે તો ઘેર નહીં જતાં સાધુ-સંત પાસે જ જવું, તેથી તમારો વૈરાગ્ય સ્થિર થઈ જશે, પણ ઘરમાં ગયા તો વૈરાગ્ય ભૂલી જશો. જેમ તપાવેલા લોઢાના ગોળા પર ઘણ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 84