________________
મોક્ષમાળા-બાલાવબોધ
બાળ પ્રસ્તાવના, આશિષ અને સૂચના રૂપે પ્રથમ પાઠ જણાવી, આ ગ્રંથના પાયારૂપ “સામાન્ય ધર્મ’ નામે ઉત્તમ કાવ્યમાં દયાનું સ્વરૂપ કે “એ ભવતાર કે સુંદર રાહ” બતાવ્યો છે. અને ઊંડો વિચાર કરવા પણ સૂચના આપી છે. “તત્ત્વરૂપી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે.”
જ્ઞાની પુરુષોનાં વચનમાં અપૂર્વ ચમત્કાર રહેલો છે; તે આત્માને જાગ્રત કરનાર છે. કોઈ જીવ એક જ વાક્યથી આત્મજ્ઞાન પામ્યા છે. અષ્ટાવક્ર જનકવિદેહીને “બ્રહ્મ સત્ય, જગત મિથ્યા' એટલું જ જણાવતાં “પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશની કહેવત પ્રમાણે તેમને આત્મસ્વરૂપ સમજાતાં વાર ન લાગી અને કેઈ ને માટે અનેક ગ્રંથોના ઉપદેશની જરૂર પડે છે. તેમ કઈ યોગ્ય આત્માને “દયા ધર્મનું મૂળ” છે કે “અહિંસા પરમો ધર્મ' છે એમ વિચારતાં આત્મધર્મનું ઓળખાણ થઈ જાય, તેવું પ્રથમ કાવ્ય અત્યંત મહત્વનું છે.
કોઈ વિચારવાન જીવને આ જગતની વિચિત્રતા વિચારતાં પણ આત્મજ્ઞાન થયું છે. વર્તમાન સ્થિતિને વિચાર કરતાં પૂર્વ ભવનું સ્મરણ થયું છે, અને તેથી પહેલાં હતો, હાલ છે અને અનંતકાળ સુધી રહેનાર એવા શાશ્વત આત્માનું અસ્તિત્વ અને ઓળખાણ થયું છે. તે વિચારમાં પ્રેરવા “કર્મના ચમત્કાર' નામે ત્રીજે પાઠ બાળકોને સમજાય તેવી સરળ છતાં છટાદાર ભાષામાં–જીવ બાંધેલા કર્મ ભેગવે છે-એ વિષે છે.
બાંધેલા કર્મથી છવ છૂટી શકે છે અને સર્વ કર્મથી મુક્ત થઈ મેક્ષ પ્રાપ્ત કરવાનું પ્રથમ સાધન મનુષ્યદેહ છે. તેની મહત્તા આત્મધર્મ આરાધવાથી છે પણ મનુષ્યની આકૃતિથી નથી. વાંદરાને પણ મનુષ્યને મળતી આકૃતિ છે વગેરે ઉપદેશથી તથા મહાપુરુષ અ૮૫ વયમાં પણ આત્મા ઓળખી મનુષ્યજીવન સફળ કરી ગયા છે માટે મરણ આવતાં પહેલાં ચેતી જવા માટે માનવદેહ નામને પાઠ ચેાથે મૂકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org