________________
સિક્ષમાળા-બાલાવબંધ
જોઈએ. અહંતનાં તત્વરૂપ સાબુ અને વૈરાગ્યરૂપી જળ વડે, ઉત્તમ આચાર રૂપ પત્થર પર, આત્મવસ્ત્રને ધનાર નિગ્રંથ ગુરુ છે. આમાં જે વૈરાગ્ય જળ ન હોય તે બીજાં બધાં સાહિત્ય કંઈ કરી શકતાં નથી. માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. અહંતપ્રણીત તત્ત્વ વૈરાગ્ય જ બેધે છે, તો તે જ ધર્મનું સ્વરૂપ ગણવું.”
“ધર્મના મતભેદ' વિષે ત્રણ પાઠમાં પ્રશ્નોત્તર રૂપે પરીક્ષક બુદ્ધિ કેળવાય તેવી ચર્ચા કરેલી છે. વેદાંત, સાંખ્ય, બેધ, ન્યાયમત, વિશેષિક, શક્તિપંથ, વૈષ્ણવ, ઈસ્લામી, ક્રાઈસ્ટ મતના ઉપદેશકે પિતાનું કહેલું સત્ય અને બાકીના બધા અસત્ય, કુતર્કવાદી છે એમ માની ચોગ્ય અયોગ્ય ખંડન કરે છે, ત્યારે આપણે શું વિચાર કરે ? અનેક ધર્મના મતભેદનું કારણ શું? “તેનું સમાધાન એમ છે કે તે ધર્મમતવાળાએાની જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહોંચી ત્યાં સુધી તેમણે વિચાર કર્યો. અનુમાન, તર્ક અને ઉપમાદિક આધાર વડે તેઓને જે કથન સિદ્ધ જણાયું તે પ્રત્યક્ષ રૂપે જાણે સિદ્ધ છે એવું તેમણે દર્શાવ્યું; જે પક્ષ લીધે તેમાં મુખ્ય એકાંતિક વાદ લીધે; ભક્તિ, નીતિ, જ્ઞાન, ક્રિયા આદિ એક પક્ષને વિશેષ લીધે, એથી બીજા માનવા યોગ્ય વિષયો તેમણે દૂષિત કરી દીધા. વળી જે વિષયે તેમણે વર્ણવ્યા તે સર્વ ભાવભેદે તેઓએ કંઈ જાણ્યા નહોતા, પણ પિતાની બુદ્ધિ અનુસાર બહુ વર્ણવ્યા. તાર્કિક સિદ્ધાંત દષ્ટાંતાદિથી સામાન્ય બુદ્ધિવાળા આગળ કે જડભરત આગળ તેઓએ સિદ્ધ કરી બતાવ્યા. કીર્તિ, લોકહિત કે ભગવાન મનાવાની આકાંક્ષા એમાંની એકાદિ પણ એમના મનની ભ્રમણું હોવાથી અત્યુઝ ઉદ્યમાદિથી તેઓ જય પામ્યા. કેટલાકે શંગાર અને લોકેછિત સાધનાથી મનુષ્યનાં મન હરણ કર્યા. દુનિયા મેહમાં તે મૂળે ડૂબી પડી છે, એટલે એ ઇચ્છિત દર્શનથી ગાડર રૂપે થઈને તેઓએ રાજી થઈ તેનું કહેવું માન્ય રાખ્યું. કેટલાકે નીતિ, તથા કંઈ વૈરાગ્યાદિ ગુણ દેખી તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org