________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
૧૫૧
પ્રવૃત્તિ રોકતાં કે તેમને નાશ થતાં પણ જે અબાધ્ય અનુભવ રૂ૫ છેવટે રહે છે તે જીવનું સ્વરૂપ છે.
શિષ્યઃ જે આત્મા હોય તે ઘટ, પટ આદિ પદાર્થોની પેઠે જણાત કેમ નથી? હોય તે જણાવો જોઈએ પણ જણાતું નથી માટે આત્મા નથી; અને આત્મા ન હોય તે મોક્ષને માટે જે લોકો ઉપાયે આદરે છે તે કલ્પિત લાગે છે. આ મારા હૃદયની ગ્રંથિ ઉકલે તે સદ્દઉપાય, હે! સદગુરુ, બતાવો. - સદ્દગુરુઃ મડદા રૂપે દેહ હોય છે ત્યારે પિતાને કે ઘટ-પટ આદિ પદાર્થોને તે જાણું શકતું નથી; ઈન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પણ પ્રગટ જડરૂપ છે તેથી તે પણ પિતાને અને પરને જાણવા સમર્થ નથી. ઇન્દ્રિયે પિતપતાના વિષય ઉપરાંત બીજી ઈન્દ્રિય સંબંધી જાણું શકતી નથી પણ પાંચે ઈન્દ્રિયોના વિષયોને આત્મા જાણે છે. આત્માની સત્તાથી દેતાદિ સર્વ પ્રવર્તે છે; છતાં સર્વ અવસ્થાઓમાં જે જુદે જ રહે છે, જાણવા રૂપે રહે છે, તે જીવ ચિતન્ય રૂ૫ લક્ષણે સર્વ અવસ્થામાં સ્પષ્ટ ઓળખી શકાય તે છે. જે ઘટ, પટ આદિ પદાર્થોને તું જાણે છે તે પદાર્થોને માને છે પણ જાણનાર પદાર્થ જે પ્રથમ હોય તો જ તે પદાર્થો દેખી શકાય છે એવા આત્માને માનતું નથી તે ઘટ પટ આદિનું જ્ઞાન આત્મા સિવાય કેવા પ્રકારે ઘટી શકે તેને વિચાર કર.
જડ અને ચેતન એ બન્ને દ્રવ્યોને સ્વભાવ પ્રગટ ભિન્ન ભાસે તે છે. કેઈ કાળે જડ, ચેતન એક રૂપે થઈ જાય તેવી જાતનાં તે દ્રવ્યો નથી. માટે ત્રણે કાળે જુદાં રહેનાર એ દ્રવ્ય હોવા છતાં આત્મા નથી એવું હું માને છે તો તે શંકા કરનાર કેણ છે? એને વિચાર કેમ કરતે નથી? આ જ મને તે અસીમ આશ્ચર્યરૂપ લાગે છે.
૨ આત્માના નિત્યત્વ વિષે શંકા કરતે શિષ્ય હવે આ પૃથ્વી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org