________________
૧૯૪
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
ખેલી તે ઊભા થયા અને ચાલવા માંડયું. મુનિઓને એમ થયું કે વખતે લઘુશંકા આદિ નિમિત્તે જતા હશે પણ તે તે ચાલ્યા જ ગયા. પછી થાડી વારે આમતેમ શેાધવા છતાં પત્તા ન લાગ્યા એટલે મુનિએ ઉપાશ્રયે પાછા આવ્યા. આહારપાણી લાવી, પરવારી રહ્યા પછી મુનિએ બેઠા હતા ત્યાં ઠાકરશી શ્રીમદ્ પાસેથી આવ્યેા. એટલે શ્રી લલ્લુજીએ પૂછ્યું: “ દેવકરણુજીને પત્ર લખવા સંબંધી શું થયું?'' ઠાકરશીએ કહ્યુંઃ પત્ર લખેલ છે, પણ રવાના કર્યાં નહિ.
14
તે જ દિવસે પણ સાંજના શ્રી દેવકરણજી આદિ ઈડર આવી ગયા હતા. મુનિઓને ડુંગર ઉપરનાં દગંબર, શ્વેતાંબર દેરાસરામાં વીગરાગ મુદ્રાઓનાં દર્શન કરાવવા ઠાકરશીને શ્રીમદ્દે આજ્ઞા કરેલી તેથી તેમને દર્શન કરાવવા તેડી ગયા. સ્થાનકવાસી આ મુનિએને સત્પુરુષની આજ્ઞાએ આ પ્રથમ વખત વીતરાગ મુદ્રાએનાં દર્શન થયાં હતાં. તે વિષે તે લખે છેઃ
“ શ્રી જિન પ્રતિમાનાં દર્શન કરવાની આજ્ઞા અમને પ્રથમ અહીં થઈ હતી. સદ્ગુરુની આજ્ઞાથી પહાડ ઉપરના વીતરાગ પ્રતિમાજીનાં દર્શન થતાં અમારા આત્મામાં જે ઉત્કૃષ્ટ ભાવની શ્રેણી પ્રગટ થયેલી તે શબ્દાતીત છે. ’
ત્રીજે દિવસે પ્રાતઃકાળમાં તે જ આંબા નીચે જવાના સંકેત થયેલા; તે પ્રમાણે શ્રીમદ્ અને સાત મુનિએ એકત્ર થયા. શ્રી દેવકરણુજીનું શરીર કૃશ અને અશક્ત હોવાથી ધ્રૂજતું હતું. શિયાળાની ઠંડી પણ હતી. તેથી લક્ષ્મીચંદજી મુનિએ પેાતાનું આઢેલું કપડું શ્રી દેવકરણુજીને એરાયું તે જોઇને શ્રીમદે કહ્યું: “ ટાઢ વાય છે ? ટાઢ ઉરાડવી છે?'' એમ કહી ઊભા થઈ તેમણે ચાલવા માંડયું. બધા પાછળ ચાલવા લાગ્યા. શ્રીમદ્ ા કાંટા, કાંકરા, જાળાંઝાંખરાં કે ધારવાળા પત્થરેાની દરકાર કર્યાં વગર આત્મવેગમાં ઝપાટાભેર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org