Book Title: Shrimad Rajchandra Jivan Kala
Author(s): Govardhanbhai K patel
Publisher: Prasthan Karyalaya Ahmedabad

View full book text
Previous | Next

Page 253
________________ ૨૪ અંતિમ પ્રશસ્તિ “દેહ છતાં જેની દશા વર્ત દેહાતીત; તે જ્ઞાનના ચરણમાં હો વંદન અગણીત.” જ્યાં અતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય?” એ વાક્ય વિચારતાં સ્પષ્ટ સમજાય એવું છે કે જેનું અચિંત્ય માહામ્ય છે એવા મહાપુરુષોનું માપ શબ્દથી કદી થઈ શકે નહિ. સૂર્ય સામે દષ્ટિ કરતાં આંખ અંજાઈ જાય છે; સર્વ વસ્તુઓને જોવામાં મદદ કરનાર પરમ પ્રકાશવંત એ પદાર્થ હોવા છતાં, ત્યાં દષ્ટિ ટકતી નથી, એટલે એનો પ્રભાવ છે; તેમ આત્મસ્વરૂપમાં લીન થયેલા અલૌકિક પુરુષોને અકથ્ય મહિમા કહેતાં “અપાર, અપાર, અપાર; અનંત, અનંત, અનંત ' એવા શબ્દો વડે વિચક્ષણ પુરુષોએ સમાપ્તિ કરી છે. શ્રીમદે “અપૂર્વ અવસર' માં ગાયું છેઃ “જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે; Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256