Book Title: Shrimad Rajchandra Jivan Kala
Author(s): Govardhanbhai K patel
Publisher: Prasthan Karyalaya Ahmedabad

View full book text
Previous | Next

Page 250
________________ શ્રીમદનાં સ્મારકો ૨૩૫ તેમણે શ્રી સિદ્ધપુર પાસે રાજપુર ગામની નજીક “શ્રી રાજમંદિર આશ્રમ નામ રાખી એક સંસ્થા સ્થાપી છે. ભક્તિ અને તત્ત્વજ્ઞાનચર્ચા તથા સત્સંગનું તીર્થક્ષેત્ર તે સંસ્થા પણ બની રહી છે. શ્રીમદ્દ લઘુરાજ સ્વામી દક્ષિણમાં ખાનદેશ, પશ્ચિમમાં કાઠિયાવાડ અને ઉત્તરમાં મારવાડ સુધી વિહાર કરી આવેલા; પરંતુ મુખ્યત્વે ચરોતરમાં તે વિચરતા અને તેમના પ્રસંગમાં આવેલા ગૃહસ્થ તથા ત્યાગી વર્ગની કઈ સ્થળમાં સ્થિરતા કરવાની સૂચના તેમજ આગ્રહ. છતાં જ્યાં સુધી પગમાં શક્તિ હોય ત્યાં સુધી વિહારની પદ્ધતિ ચાલુ રાખવાની દઢતા તેમણે રાખેલી. પરંતુ ઢીંચણમાં વાનું દરદ તથા હરસ વગેરે વ્યાધિઓ વધી જતાં અગાસ પાસેના સંદેશર ગામમાં ઘણા ભક્તજનેને સમૂહ ભક્તિ નિમિત્તે એકત્ર થયેલ તેમના આગ્રહથી તેમણે કોઈ સ્થળ શ્રીમના સ્મારક તરીકે અને ભક્તિધામ તરીકે પસંદ કરી મકાન બને તે ત્યાં ઘણે વખત રહેવાનું સ્વીકાર્યું. સંદેશરના સ્વ. જીજીભાઈ કરીને ઉદાર ગૃહસ્થ ત્રીસ વીઘાં જમીન આપી અને એક સારી રકમની ટીપ ગૃહસ્થાએ કરી. એ પ્રકારે “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ'ની અગાસ સ્ટેશન પાસે સં. ૧૯૭૬ ના. કાર્તિક સુદ ૧૫ મે સ્થાપના થઈ શ્રી લઘુરાજ સ્વામીનું ચોમાસા સિવાયના વખતમાં ઘણી વખત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં રહેવાનું બનતું; તેથી ઘણા આત્માથ સજજનેને સત્સંગ-ભક્તિને લાભ કાયમ મળવાને સંભવ જણાયાથી, આશ્રમની જગામાં ધર્મશાળા રૂપે કેટલીક ઓરડીઓ પિતાના ખર્ચે તેઓ બંધાવવા લાગ્યા; કોઈ કોઈ શ્રીમતે પિતાને રહેવા બંગલા બંધાવ્યા, અને એમ વધતાં વધતાં એક નાનું ગોકુળિયું ગામ હૈયા તેવું આ આશ્રમ બની ગયું છે. કાયમ પચાસ સે માણસે ત્યાં રહે છે. શ્રીમદ્ રાજચંદ્રનાં વચને અને તેમની પાસેથી શ્રવણ કરેલા બેધનું રહસ્ય શ્રી લઘુરાજ સ્વામીના સત્સંગે સાંભળી ઘણું ભવ્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256