Book Title: Shrimad Rajchandra Jivan Kala
Author(s): Govardhanbhai K patel
Publisher: Prasthan Karyalaya Ahmedabad

View full book text
Previous | Next

Page 249
________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા સગ્રંથાને અભ્યાસ કરતા, ભક્તિ કરતા તથા સત્સંગના લાભ મેળવતા. હાલ તે સંસ્થા તે જ મુખ્ય હેતુને અનુસરીને કામ કરી રહી છે; પરંતુ પુસ્તકાલય અને ભક્તિસ્થાન તરીકે સત્સંગના ધામરૂપ તે બની રહી છે. ૨૩૪ શ્રીમદ્ ખંભાત પાસે વડવામાં નિવૃત્તિ નિમિત્તે ઘણા વખત આવી રહેલા તે તીર્થસ્થળના સ્મરણાર્થે તથા સત્સંગ અર્થે એ એકાંત ઉત્તમ સ્થળ હોવાથી એક સુંદર મકાન તથા દેરાસરની અનુકૂળતા સહિત ‘ નિજાભ્યાસ મંડપ' નામ આપી સ્વ. પોપટલાલ મહેાકમચંદ અને તેમના પિરિચત શ્રીમના પ્રશંસકેાએ એક સંસ્થા સ્થાપેલી છે. તે પણ સત્સંગનું સુંદર સ્થાન છે. પાછળનાં ઘેાડાં વર્ષોમાં શ્રીમના પરિચયમાં આવેલા પણુ સત્પ્રદ્દા અને ભક્તિથી રંગાયેલા અમદાવાદના સ્વ. પોપટલાલભાઇ શ્રીમદ્ના દેહોત્સર્ગ પછી મુનિશ્રી લલ્લુજી આદિના સમાગમમાં ઘણું વખત ચરેતરમાં નિડયાદ, ખંભાત વગેરે સ્થળેામાં રહેતા. તેવામાં એક કચ્છના વતની બ્રાહ્મણ કુળમાં જન્મેલા સ્થાનકવાસી સંપ્રદાયમાં જૈનદીક્ષા પામેલા પણ સત્ની શોધમાં શ્વેતાંબરાના, દિગંબરાના, વૈષ્ણવાના અને અનેક વિદ્વાનને સમાગમ કરી રહેલા રત્નરાજ સ્વામીએ શ્રીમની પ્રશંસા સાંભળી ત્યારે તેમને મળવા વિહાર કરી મારવાડથી ગુજરાતમાં આવ્યા. પરંતુ શ્રીમદ્ના અવસાનના સમાચાર સાંભળી ખેદ પામ્યા. શ્રીમના પિરચયમાં આવેલી વ્યક્તિએની શેાધ કરતાં શ્રીમદ્ લઘુરાજ ( લલ્લુજી સ્વામી ) તથા સ્વ. પોપટલાલને સમાગમ તેમને થયે! અને શ્રીમનાં વચનેાના અભ્યાસથી તથા બન્ને ભક્તાત્માઓના પરિચયથી તે પ્રજ્ઞાવંત સાધુના હૃદયને શાંતિ પ્રાપ્ત થઇ. તે શ્રીમદ્ લઘુરાજ સ્વામીના સંગમાં ઘણા વખત રહ્યા. પરંતુ શ્રીમા સ્મારક તરીકે આશ્રમ સ્થાપવાની આવશ્યક્તા સમજાતાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256