________________
૧૯૪
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા ઉમેરવા ગ્ય લાગ્યા છે તે કોંસમાં મૂકેલા છે. કોઈ વિચારવંત જીવને એ મહાન આચાર્યને વિશ્વત વિષેને ઉપદેશ હદયગત થઈ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય તે અર્થે આ ભાષાંતર થયેલું છે. એ ગ્રંથ ભાઈ ધારશીભાઇને મોકલાવ્યો ત્યારે સાથેના પત્રમાં તે ગ્રંથનું માહાસ્ય દર્શાવતાં શ્રીમદ્ જણાવે છેઃ
દ્રવ્યાનુગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુકલ ધ્યાનનું અનન્ય કારણ છે. શુકલ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. દર્શન મેહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયાગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યફ દર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ” થાય છે.
“સામાન્યપણે દ્રવ્યાનુયોગની ગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ-પરિણામી, પરમ વીતરાગ દષ્ટિવંત, પરમસંગ એવા મહાત્મા પુરુષો તેનાં મુખ્ય પાત્ર છે. કેાઈ મહિપુરુષના મનનને અર્થ “પંચાસ્તિકાય’નું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે.
“હે ! આર્ય, દ્રવ્યાનુયેગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવા રૂ૫ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાને અન્યય ઉપાય એ જ છે.”
પ્રજ્ઞાવધ' નામે “મોક્ષમાળા'ને આગળને ભાગ લખાવવા શ્રીમદે સં. ૧૯૫૬ ના ભાદરવામાં સંકલન (સાંકળિયું) લખાવી છે તે “શ્રીમદ્ રાજચંદ્રગ્રંથ'ના ૮૬૫ મા અંકમાં છપાયેલ છે તે જોતાં તે પુસ્તક લખાયું હોત તે આ યુગની વિચારશ્રેણીમાં અગ્રસ્થાન લે તેવું પુસ્તક પ્રગટ થાત.
૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org