________________
૨૧ અંતિમ ચર્યા
શ્રીમદ્દ ઇડરથી સં. ૧૯૫૬માં અમદાવાદ પાસેના નરોડા ગામમાં મુનિઓ હતા ત્યાં પધાર્યા હતા. અમદાવાદથી પણ મુમુક્ષવર્ગ ત્યાં આવ્યા હતા. બાર વાગ્યા પછી બધાએ જંગલમાં જવું એવો ઠરાવ થયેલ તે પ્રમાણે મુનિએ ગામની ભાગોળે રાહ જોઈને ઊભા હતા. એટલામાં શ્રીમદ્દ બધા મુમુક્ષુઓ સાથે ત્યાં આવ્યા અને
મુનિઓના પગ દાઝતા હશે” એમ બોલી પગરખાં કાઢી મૂકી પોતે તડકામાં ધીમે ધીમે ચાલવા લાગ્યા. એક વડ આવ્યા ત્યાં બધા બેઠા. શ્રીમના પગનાં તળિયાં લાલચોળ થઈ ગયાં હતાં, પણ બેઠા પછી પગે હાથ પણ ફેરવ્યો નહિ. શ્રી દેવકરણજી સામે જોઈને શ્રીમદ્ બાલ્યાઃ “હવે અમે તદ્દન અસંગ થવા ઈચ્છીએ છીએ. કેઈના પરિચયમાં આવવું ગમતું નથી. એવી સંયમશ્રેણીમાં રહેવા આત્મા ઇચછે છે.”
શ્રી દેવકરણજીએ કહ્યું: “અનંત દયા જ્ઞાની પુરુષની છે, તે કયાં જશે ?”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org