________________
- શ્રીમદ્ રાજચંદ્ર જીવનકાળ
શ્રીમદ્ વઢવાણ કેમ્પમાં જવાના હતા તે પહેલાં પિતે મુનિઓને મળવા ગયા હતા. વઢવાણ જવાની વાત દર્શાવી શ્રી લલ્લુજીને ઠપ આપતાં શ્રીમદ્દ બોલ્યાઃ “તમે જ અમારી પાછળ પડયા છો, અમે
જ્યાં જઈએ ત્યાં દેડયા આવે છે; અમારે કેડો મૂકતા નથી.” તે સાંભળી મુનિઓના મનમાં એમ થયું કે આપણે રાગ છોડાવવા આ શિક્ષા આપી છે તે હવે તેમના તરફથી પત્ર આવે ત્યારે સમાગમ માટે જવું; ત્યાંસુધી ભક્તિ કર્યા કરવી.
બીજે દિવસે આગાખાનને બંગલે શ્રી લલ્લુજી અને શ્રી દેવકરણજીને બેલાવી શ્રીમદે છેલ્લી સૂચના આપતાં જણાવ્યું: “અમારામાં અને વિતરાગમાં ભેદ ગણશો નહીં.”
વઢવાણ શ્રીમદ્ રહ્યા તે દરમ્યાન “પરમશ્રુત પ્રભાવક મંડળની જના શ્રીમદે શરૂ કરી હતી. સં. ૧૯૫૬ ના ભાદરવામાં એક પત્ર વિષે તેને ઉલ્લેખ પિતે કર્યો છે. “પરમ સત્રુતના પ્રચાર રૂપ એક
જના ધારી છે. તે પ્રચાર થઈ પરમાર્થ માર્ગ પ્રકાશ પામે તેમ થશે. પ્રજ્ઞાબેધભાગ મેક્ષમાળાના ૧૦૮ મણકા અત્રે લખાવશું.” એક સારી રકમની ટીપ કરી તેમાંથી મહાન આચાર્યોના અપ્રસિદ્ધ ગ્રંથો પ્રસિદ્ધ કરાવી તત્ત્વવિચારણા માટે જનસમૂહને અનુકૂળતા મળે તેવા હેતુથી તે સંસ્થા સ્થપાઈ હતી. તેની વ્યવસ્થા વગેરે સંબંધી પણ તે લખાવ્યું છે. તે સંસ્થાને વહીવટ હાલ મહાત્મા ગાંધીજીના પ્રમુખપણા નીચે સ્વ. ભાઈ રેવાશંકરભાઈના પુત્ર ભાઈ મણિલાલ ચલાવે છે.
શ્રીમદે લક્ષ્મીને ત્યાગ કર્યા પછી બહુ બારીકાઈથી વ્રત પાળતા. રેલગાડીની ટીકીટ સરખી પિતાની પાસે રાખતા નહિ. “પરમશ્રુત પ્રભાવક મંડળ'ને અંગે નાણાંની વાતમાં ભળવું પડે તો તે પણ અતિચાર રૂપે લેખતા. - પરમાર્થવૃત્તિ પ્રધાનપણે તેમણે આખા જીવનમાં રાખેલી છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org