________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
૧૫૩ બની શકતું નથી; તેમજ ચેતન દ્રવ્યથી જડ દ્રવ્યની ઉત્પત્તિ થાય એવો પણ કદી કોઈને કોઈ દેશમાં અનુભવ થવા યોગ્ય નથી. આમ જે સ્વાભાવિક આત્મદ્રવ્ય છે, અસંયોગી છે, તેને નાશ કે અન્ય દ્રવ્યમાં મળી જવું કેવી રીતે બને? તેથી તે સ્પષ્ટ નિત્ય પદાર્થ છે એમ વિચાર કરતાં સમજાશે. વળી વિચાર કર કે સર્પ વગેરે પ્રાણ જન્મથી ક્રોધાદિ સ્વભાવવાળાં હોય છે કે સાપ અને મેરને તથા ઉંદર અને બિલાડીને જન્મથી વેર હોય છે, તે કઈ આ ભવમાં બંધાયેલું વેર કે પ્રકૃતિષ જણાતા નથી તે પૂર્વ જન્મના એ સંસ્કાર છે એમ સિદ્ધ થતાં, જીવ મરતો નથી પણ જન્માંતરમાં પણ તેને તે જ હેવાથી નિત્ય સિદ્ધ થાય છે. પદાર્થની જે જે અવસ્થાએ તને બદલાતી જણાય છે તે બધા નિત્ય દ્રવ્યના પર્યાય છે એટલે પદાર્થ રૂપાંતર પામવા છતાં મૂળ દ્રવ્ય કાયમ રહે છે.
તે જ પ્રમાણે બાળ, યુવાન વગેરે અવસ્થાઓ બદલાયા છતાં તેને જાણનારે તે તેને તે જ એક આત્મા નિત્ય દ્રવ્ય રૂપે રહે છે. વસ્તુ માત્ર જે ક્ષણિક હોય તે ક્ષણિક પદાર્થને જાણુને બીજી ક્ષણે પિતે નાશ પામનાર સ્વભાવવાળો જીવ ક્ષણિક વસ્તુ છે એવો અનુભવ પ્રગટ કરતા પહેલાં નાશ પામ જોઈએ; પણ ક્ષણિક સિદ્ધાંત પ્રગટ કરનાર ક્ષણિક ન હોવો જોઈએ એમ તે સ્પષ્ટ પ્રત્યક્ષ જણાય તેવું છે; તેથી ક્ષણિકપણને અનુભવ કરનાર અક્ષણિક કે નિત્ય સિદ્ધ થાય છે. જગતમાં જેટલા પદાર્થો છે તેમાંથી સર્વથા કેઈને નાશ થતું નથી, માત્ર રૂપાંતર પામે છે; તે ચેતનને નાશ થાય છે એમ કહે તે ક્યા પદાર્થમાં તે ભળી જશે તેને વિચાર કરે; તે અસંયોગી પદાર્થ રૂપાંતર પામવા છતાં પિતાના રૂપે જ રહે એવું સ્પષ્ટ સમજાશે. તેથી આત્મા નિત્ય સિદ્ધ થાય છે.
૩ આત્મા કંઈ કરતો નથી એ અભિપ્રાય દર્શાવતાં શિષ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org