________________
ચરેતરમાં પુનરાગમન
૧૬૭
નૈધ “વ્યાખ્યાન સાર” નામે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છપાયેલ છે.
શ્રાવણ માસની શરૂઆતમાં શ્રીમદ્દ પેટલાદ થઇ કાવિઠા ગયા હતા. ત્યાં એક માસ અને નવ દિવસ સુધી નિવૃત્તિમાં રહ્યા. શ્રી અંબાલાલભાઈ સાથે રહેતા. મુનિશ્રી લલ્લુજી આદિનું ચોમાસું વસેામાં થયું હતું. અને શ્રી દેવકરણજી આદિનું ખેડામાં હતું. તેથી શ્રીમદ્ કાવિઠાથી નડિયાદ થઈને વસે પણ ગયા હતા. શ્રી લલ્લુજીને શ્રીમદે પૂછ્યું: “કહે, મુનિ અહીં કેટલા દિવસ રહીએ?” ત્યાં સુધીમાં શ્રી લલ્લુજીને બે, ચાર કે છ દિવસથી વધારે સમાગમને પ્રસંગ મુંબઈ સિવાય બીજે કયાંય બન્યો નહોતે; તેથી વિશેષ સમાગમની ઈચ્છાએ તેમણે જવાબ દીધેઃ “એક માસ અહીં રહે તે સારું.” શ્રીમદ્ મિન રહ્યા. શ્રી દેવકરણજીને ખબર મળી કે શ્રીમદ્ વસે પધાર્યા છે; તેથી તેમની પણ સમાગમ માટે ઉત્કંઠા વધી. પ દ્વારા અને માણસે મોકલીને ખેડા પધારવા તે આગ્રહ કરવા લાગ્યા. તે ઉપરથી શ્રી અંબાલાલભાઈની સૂચનાથી શ્રી લલ્લુજીએ ખેડા પત્ર લખ્યો કે ચાતુર્માસ પછી સમાગમ કરાવવા શ્રીમદ્ ઉપર તમે પત્ર લખો તો આપણે બધાને લાભ મળે તે વિશેષ સારું. શ્રી દેવકરણજીને તેવા ભાવાર્થને પત્ર શ્રીમદ્ ઉપર આવ્યો ત્યારે શ્રીમદે શ્રી લલ્લુજીને પૂછ્યું: “મુનિશ્રી દેવકરણજીને પત્ર કોણે લખ્યો?”
શ્રી લલ્લુજીએ અંબાલાલનું નામ ન લેતાં કહ્યું: “મેં પત્ર લખ્યું હતું.”
શ્રીમદે કહ્યું: “આ બધું કામ અંબાલાલનું છે, તમારું નથી.”
શ્રી લલ્લુજી ગામના મેટા મેટા લોકોને ત્યાં આહારપાણું લેવા જતા ત્યારે બધાને કહેતા કે મુંબઈથી એક મહાત્મા આવ્યા છે, તે બહુ વિદ્વાન છે, તેમનું વ્યાખ્યાન સાંભળવા આવશે તે બહુ લાભ થશે. એટલે ઘણા માણસે શ્રીમદ્દ પાસે આવવા લાગ્યા એટલે શ્રી લલ્લુજીને શ્રીમદે કહ્યું કે તમારે મુનિઓએ બધા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org