________________
ઈડરના પહાડ ઉપર
કરનાર આ છેલ્લા તીર્થકર અને તેઓના શિષ્ય શૈતમ આદિ ગણધરે વિચરેલાને ભાસ થાય છે. તેઓના શિષ્ય નિર્વાણને પામ્યા; તેમને એક પાછળ રહી ગયેલે જેને જન્મ આ કાળમાં થયેલો છે. તેનાથી ઘણું જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે.
“કુમારપાળ રાજાના વખતમાં હેમાચાર્ય થયા. ત્યારબાદ કોઈ સમર્થ આચાર્ય નહિ થવાથી જિનશાસનની ઉન્નતિ અટકી છે, એટલું જ નહિ પણ તેના અનુયાયી સાધુઓ કેવળ ક્રિયામાં રાચી રહી બેય વસ્તુ તરફનું લક્ષ ઘણે ભાગે ચૂક્યા અને ઘણુ મત ગચ્છના વાડા બંધાયા; જેથી અન્ય મત-પંથવાળાઓથી આ જિનશાસન નિંદાયું છે. ખરું જોતાં તેનું આધ્યાત્મિક રહસ્ય સમજવામાં આવતું નથી. તેથી ક્રિયા જડ વસ્તુસ્થિતિ ઉત્પન્ન થઈ છે. ભાગવત અને પુરાણની અધ્યાત્મ ભાવના હાલના જમાનામાં સમજવામાં નહિ આવ્યાથી લોકો તેને ગપાટાં ઠરાવે છે. વળી કૃષ્ણ ભગવાનની રાસલીલા અને બીજી આખ્યાયિકાઓને ઊંડે ભેદ નહિ સમજવાથી નિદે છે. દાખલા તરીકે, ગોપી મહીની મટુકીમાં કૃષ્ણને વેચવા સારુ નીકળે છે અને કોઈ માધવ , કઈ માધવ ' એમ બેલે છે. તેને અર્થ સમજ્યા વગર લોકે નિંદા કરે છે. પણ તેની અધ્યાત્મ ભાવના એવી છે કે “વૃત્તિઓ” રૂપી ગોપીઓએ મટુકીમાં માધવ રૂપી પરમાત્મા સાથેનું અનુસંધાન કર્યું સમજવાનું છે.”
નડિયાદ સ્ટેશન ઉપર શ્રીમદ્દ સાથે મેતીલાલને વાત થઈ હતી તે તેમણે મુનિઓને જણાવી એટલે કેટલાક મુનિઓ ખંભાત તરફ અને કેટલાક અમદાવાદ તરફ વિહાર કરવા વિચાર કરતા હતા તે બંધ રાખી બધાને શ્રીમના સમાગમની ભાવના વધવાથી ઈડર તરફ બધાએ વિહાર કરવા વિચાર રાખ્યો. - શ્રી લલ્લુજી, મોહનલાલજી અને નરસિંહ રખ એ ત્રણે મુનિઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org