________________
૧૫૦
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા પછી એક ગાથામાં છ પદનાં નામને નિર્દેશ કરી, જે વાત હવે કહેવાની છે તે દર્શનના અભ્યાસના સાર રૂપે આત્માનું ઓળખાણ કરાવવા જ્ઞાની પુરુષે કહેલી છે એમ જણાવ્યું છે.
આત્મજ્ઞાન પામ્યા હોય તે જ સદ્દગુરુ છે; તે સિવાયના કલ્પિત કુળગુરુથી કલ્યાણ થાય નહીં. અને એવા સદગુરુ મળે તો હું મન, વચન, કાયાને તેની આજ્ઞા પ્રમાણે વર્તાવીશ અને સત્ય મેક્ષમાર્ગ અવશ્ય આરાધીશ એવા દૃઢ નિશ્ચયવાળો આત્માર્થી શિષ્ય મેક્ષ સિવાયની સર્વ અભિલાષાઓ તજીને, ક્રેધાદિ શત્રુઓને મંદ કરીને, સંસાર પરિભ્રમણથી થાકીને અને આત્મ ઉદ્ધારને લક્ષ રાખીને કઈ સગુરુને શોધે છે. તેવા સદ્દગુરુ પ્રાપ્ત થતાં સરળ ભાવે પિતાના મનમાં જે જે શંકાઓ ઘુમાતી હતી તે છ ભેદે પ્રદર્શિત કરી છે અને ગુરુ તેના ઉત્તરે આપી નિઃશંક કરે છે.
૧ આત્માના અસ્તિત્વ વિષે શંકા કરતાં શિષ્ય પિતાના નાસ્તિક પક્ષના વિચાર જણાવી પૂછે છેઃ
શિષ્યઃ જીવ દેખાતો નથી, તેનું કંઈ સ્વરૂપ સમજાતું નથી અને બીજો કોઈ મને અનુભવ પણ નથી તેથી જીવ નથી અથવા દેહ જે આત્મા છે એવું મને સમજાય છે.
સદગુરુઃ દેહમાં આસક્તિ હોવાથી તને દેહરૂપે જ આત્મા ભાસે છે. પણ દેહ અને આત્મા એમ બે ત તત્ત્વજ્ઞાનીઓએ જુદાં દીઠાં છે. તે બન્નેનાં લક્ષણે પ્રગટ છે, તે વિચારવાથી જેમ તરવાર અને મ્યાન ભિન્ન છે તેમ આત્મા અને દેહ ભિન્ન તને સમજાશે.
શિષ્ય દેહ, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ રૂપે જીવ હોય તો તે પ્રગટ જણાય એમ છે, પણ તેથી જુદું જીવનું શું લક્ષણ છે?
સદગુરુઃ દષ્ટિ વડે સર્વ પદાર્થો દેખાય છે પણ તે દૃષ્ટિને દેખનાર તથા પદાર્થોનાં સ્વરૂપને જાણનાર જીવ છે; દેહ ઇન્દ્રિય આદિની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org