________________
૮૦
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા મૂકવામાં આવી હતી. છેવટે તેમણે કેટલા મણકા ફર્યા હતા તે કહી આપ્યું હતું.
(૧૧ થી ર૬)–જુદી જુદી ભાષાઓના શબ્દ (સોળ ભાષાના શબ્દો) સેળ જણાને વહેંચી આપવામાં આવ્યા હતા. બીજાં કામ કરતાં વચમાં અનુક્રમ વિના અકેકે અક્ષર શ્રીમદ્દને સંભળાવવામાં આવતો. પ્રથમ ત્રીજો અક્ષર અરબી વાક્યને કહેલ પછી ૧૭ મે લેટિનને કહેવાતે, બીજો અક્ષર સંસ્કૃત વાક્યને તે પછી ૪૧ મે અક્ષર ઉદ્દે વાક્યને એમ આડાઅવળા શબ્દો કહેવામાં આવ્યા હતા. સઘળા કહેવાઈ રહ્યા પછી અવધાનની સમાપ્તિ વખતે ભાષાવાર કવિએ પૂરાં વાક્ય કે કાવ્ય ગોઠવીને ક્રમ પ્રમાણે કહી બતાવ્યાં હતાં. સંસ્કૃતને એક અક્ષર ચેાથે હોય અને એક પચાસ હોય એ બન્નેને કયાંય પણ લખ્યા સિવાય અંતઃકરણથી ગોઠવી લોકબદ્ધ કરી દેવા એ સહેલી વાત નથી. મરાઠી, ગુજરાતી, સંસ્કૃત, હિંદી, અંગ્રેજી, પંજાબી, કર્ણાટકી, બંગાળી, મારવાડી, ગ્રીક, ઉર્દુ, જાડેજ, આરબી, ફારસી, દ્રાવિડ અને સિંધી એમ સેળ ભાષાના ચાર અક્ષરે અપાયેલા હતા. એ ભાષાના શબ્દોનાં વિલેમ રૂપ એટલે અક્ષરે આપેલા તે ક્રમનું દષ્ટાંત નીચે પ્રમાણે છે:
સંસ્કૃતનું વિલોમ સ્વરૂપ સ્ત્રી ના ર જ રિસ : | |
|
घोया को मुपगी कः रा वा विप | |||*||||*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org