________________
૪
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
અવધાન તે હજુ પણ થઈ શકે છે) નહીં તે આપ ગમે તે ભાષાના છે કે એક વખત બોલી જાઓ તે તે પાછા તેવી જ રીતે યાદ રાખી બોલી દેખાડવાની સમર્થતા આ લખનારમાં હતી. અવધાન એ આત્મશક્તિનું કર્તવ્ય મને સ્વાનુભવથી જણાયું છે. આશ્ચર્ય, આનંદ અને સંદેહમાંથી હવે જે આપને યોગ્ય લાગે તે ગ્રહણ કરે.” સં. ૧૯૪૨.
સં ૧૯૪૩માં શ્રીમદની મુંબઈમાં સ્થિતિ હતી; અને ત્યાં પણ અનેક સ્થળે અવધાનના પ્રયોગો કરી બતાવેલા. મુંબઈમાં પિતાની શતાવધાન (સે અવધાન) કરવાની શક્તિ ફરામજી કાવસજી ઇન્સ્ટીટયૂટમાં અને અન્ય સ્થળોએ જાહેર પ્રજા સમક્ષ તેઓએ દર્શાવી હતી. આ આશ્ચર્યકારક સ્મરણશક્તિની ક્રિયાઓથી તેઓને પ્રજાએ એક સુવર્ણચંદ્રક (ચાંદો આપ્યો અને “સાક્ષાત સરસ્વતી’ નું બિરૂદ આપવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૮૮૬-૮૭ માં મુંબઈ સમાચાર” જામે-જમશેદ’ ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા” “ગુજરાતી” “ઇડિયન સ્પેકટેટર ઈત્યાદિ ગુજરાતી અને અંગ્રેજી છાપાંમાં શ્રીમદ્દની અદ્દભુત શક્તિઓ વિષે લેખો આવતા હતા. તા. ૨૪-૧-૧૮૮૭માં “ટાઈમ્સ ઓફ ઈડિયા પત્રમાં અંગ્રેજીમાં છપાયું કે રાજચંદ્ર રવજીભાઈ નામના ઓગણીસ વર્ષની વયના એક યુવાન હિંદુની અદ્દભુત માનસિક શક્તિઓનું પ્રદર્શન નિરીક્ષણ કરવા અર્થે ગયા શનિવારે સાંજે ફરામજી કાવસજી ઈન્સ્ટીટયૂટમાં દેશી ગૃહસ્થને એક ભવ્ય મેળાવડો થયે હતે. આ પ્રસંગે ડે. પિટરસને અધ્યક્ષપદ લીધું હતું. અવધાન ઉપરાંત અલૌકિક સ્પર્શેન્દ્રિય શક્તિ ધરાવતા તે જોવામાં આવ્યા હતા. તેઓને પ્રથમ એક ડઝન (બાર) જેટલાં જુદા જુદા કદનાં પુસ્તકો બતાવવામાં આવ્યાં હતાં અને તેમને તેનાં નામ જણાવવામાં આવ્યાં હતાં. ત્યાર પછી તેઓની આંખે પાટા બાંધી બંધ કરવામાં આવી હતી; અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org