________________
૧૨ ખંભાતના મુમુક્ષુજનો શ્રી જૂઠાભાઈના સમાગમથી ભાઇશ્રી અંબાલાલ લાલચંદ આદિ ખંભાતના જે ભાઈએ અમદાવાદ ગયેલા તેમને શ્રીમદ્ભા સમાગમની તીવ્ર પિપાસા જાગી હતી. તેથી તેમણે શ્રીમદ્ ઉપર ખંભાત પધારવાની વિનતિ રૂપે પંદરવીસ પત્રો ઉપરાઉપરી લખ્યા અને ખંભાત પિતે ન પધારી શકે તે વવાણિયા આવવાની તેમણે આતુરતા જણાવી આજ્ઞા મગાવી. છેવટે ખંભાત અનુકૂળતાએ આવવાનું બનશે એવો પત્ર આવવાથી તે ભાઈઓને સંતોષ થયે.
સ્થાનકવાસી સંપ્રદાયના આ ભાઈઓ હતા તેથી દરરોજ અપાસરે જતા ૫ણ શ્રી જૂઠાભાઈને સમાગમ થયા પછી તે એકાંતમાં અપાસરામાં બેસીને શ્રીમદ્ભા પત્રો ઉતારી આણેલા તે વાંચતા વિચારતા. વ્યાખ્યાનમાં જતા નહિ.
એક દિવસે તે પત્ર વાંચતા હતા ત્યારે તે ખંભાત સંધાડાના મુખ્ય આચાર્ય હરખચંદજી મહારાજ મેડે વ્યાખ્યાનમાં શ્રી ભગવતી સૂત્ર વાંચતા હતા. અને નીચે તે મહારાજના સાધુઓમાં પ્રભાવશાળી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org