________________
૧૪૭
શ્રી આત્મસિદિ શાસ્ત્ર તેને યથાર્થ આદર્શ અનેક દૃષ્ટિએ વિચારવા લાગ્ય, શ્રીમદે શ્રી આત્મસિદ્ધિ રચી રજુ કર્યો છે.
જેને મહાપુરુષની મહત્તા સમજાઈ ન હોય, તેના યથાર્થ વક્તાપણા ઉપર વિશ્વાસ ન હોય, તીવ્ર જિજ્ઞાસા તથા સાચી મુમુક્ષુતા રૂપ ભૂમિકા પ્રાપ્ત થઈ ન હય, લૌકિક માનપૂજાની મહત્તા તેમજ મીઠાશ મનથી છૂટયાં ન હોય અને જનમનરંજન ધર્મની આડે પિતાના આત્મધર્મની જેને ગરજ જાગી ન હોય તેવા મેહનિદ્રામાં પરવશ પડેલા જીવને આત્મસિદ્ધિ શાસ્ત્ર વિશેષ ઉપકારક ન નીવડે એમ જાણું માત્ર ચાર જ ગ્ય જીવને તે વિચારવા આજ્ઞા થયેલી.
શ્રી લલ્લુજી સાથે બીજા પાંચછ સાધુઓ જિજ્ઞાસાવૃત્તિવાળા હતા અને શ્રી દેવકરણછ બહુ પ્રજ્ઞાવાળા ગણાતા. તે પણ તેમની હાલ યોગ્યતા નથી એમ શ્રી લલ્લુજીને સ્પષ્ટ જણાવી, તેમને વિશેષ આગ્રહ હોય તે કેમ વર્તવું વગેરે સૂચના સહિત એક પત્ર શ્રીમદે શ્રી આત્મસિદ્ધિ સાથે મોકલ્યો હતો તે બહુ વિચારવા યોગ્ય હોવાથી તેમાંથી થોડે ઉતારે નીચે આપે છેઃ
એકાંતમાં અવગાહવાને અર્થે આત્મસિદ્ધિ શાસ્ત્ર આ જોડે મોકલ્યું છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા ગ્ય છે.
આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રી દેવકરણજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણું હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે; તોપણ જે શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તે પ્રત્યક્ષ સપુરુષ જે મારા પ્રત્યે કેઈએ પરોપકાર કર્યો નથી એ અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તે મેં આત્માર્થ ત્યાગે અને ખરા ઉપકારીના ઉપકારને ઓળખવાને દેષ કર્યો એમ જાણુશ અને આત્માને પુરુષને નિત્ય આજ્ઞાંક્તિ રહેવામાં જ કલ્યાણ છે એ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org