________________
૧૨૦
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
તે કોઈ કુશળ કૃષિકાર ખેતરના ખૂણામાં એકાંત નાના કયારામાં ઇલાયચીનાં બીજ વાવે તે આ પ્રસંગ, હાલ મેટા વિસ્તારવાળા શ્રીમદ્ રાજચંદ્ર-આશ્રમના સ્થાપક તરીકે પ્રસિદ્ધ શ્રીમદ્દ લઘુરાજ ' સ્વામીને સત્ય માર્ગમાં પ્રવેશ કરાવનાર સાચી જન્મગાંઠને દિવસ ગણવા ગ્ય પ્રથમ માંગલિક પ્રસંગ બની આભે.
શ્રીમદે શ્રી લલ્લુજી સ્વામીને પૂછયું: “તમારી શી ઈચ્છા છે?”
સ્વામીજીએ વિનયસહિત હાથ જોડીને યાચનાપૂર્વક કહ્યું: “સમકત (આત્માની ઓળખાણ) અને બ્રહ્મચર્યની દઢતાની મારી માગણું છે.”
શ્રીમદ્દ ડીવાર મૌન રહ્યા અને કહ્યું “ઠીક છે.” પછી સ્વામીજીના જમણા પગને અંગુઠે તાણ શ્રીમદે તપાસી જોયે; અને ઊઠીને બધા નીચે ગયા. શ્રી અંબાલાલને ઘેર જતાં શ્રીમદે જણાવ્યું “આ પુરુષ સંસ્કારી છે.”
બીજે દિવસે શ્રી અંબાલાલને ઘેર શ્રી લલ્લુજી સ્વામી શ્રીમના સમાગમ માટે ગયા, ત્યાં શ્રીમદે એકાંતમાં તેમને પૂછ્યું: “તમે અમને માન કેમ આપે છે ?”
સ્વામીજીએ કહ્યું: “આપને દેખીને અતિ હર્ષ પ્રેમ આવે છે; અને જાણે અમારા પૂર્વ ભવના પિતા હે, એટલો બધે ભાવ આવે છે; કોઈ પ્રકારને ભય રહેતો નથી; આપને જોતાં એવી નિર્ભયતા આત્મામાં આવે છે.” - શ્રીમદે ફરી પૂછયું: “તમે અમને શાથી ઓળખ્યા?”
સ્વામીજીએ કહ્યું: “અંબાલાલભાઈના કહેવાથી આપના સંબંધી જાણવામાં આવ્યું; અમે અનાદિ કાળથી રખડીએ છીએ, માટે અમારી સંભાળ લ્યો.” - શ્રીમદે “સૂયડાંગ' સૂત્રમાંથી થોડું વિવેચન કર્યું અને સત્ય ભાષા વગેરે વિષે બોધ કર્યો. સાત દિવસ સુધી શ્રીમદ ખંભાત રહ્યા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org