________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
"
"
'
આ છ પદના પુત્ર એક સ્વતંત્ર પ્રકરણ ગ્રંથ જેવા સૂત્રાત્મક શૈલીથી લખાયેલા છે. જેમ સાત તત્ત્વ કે નવ પદાર્થીના વિવેચનથી સમસ્ત શ્રુતજ્ઞાનના ઉદ્દય થવા યેાગ્ય છે, અને તત્ત્વાર્થ સૂત્રાદિ અનેક મહાન ગ્રંથા એ સાત તત્ત્વે વિસ્તારથી સમજાવવા લખાયા છે; તેમ સાત તત્ત્વમાંથી પ્રથમ તત્ત્વ જે આત્મા તેનું ઓળખાણુ થવા માટે આત્મા છે,' · આત્મા નિત્ય છે,' · આત્મા કર્યાં છે', ‘આત્મા ભાતા છે', ‘માક્ષ છે' અને ‘તે મેક્ષના ઉપાય છે’–એમ છ પદથી આત્મજ્ઞાન કે સમ્યકત્વની પ્રાપ્તિ થાય તેવી અપૂર્વ વાણીથી નિરૂપણ કર્યું છે. એ જ ‘છ પદ’વિસ્તાર રૂપે પદ્યમાં ગુરુશિષ્યને સંવાદ કલ્પી આત્મસિદ્ધિ' શાસ્ત્રની રચના શ્રીમદ્દે અપૂર્વ રીતે કરી છે તે વિષે આગળ વિવેચન કરીશું.
૧૩
‘ છ પદ' ના પત્ર વિષે ખેાલતાં શ્રી લઘુરાજ સ્વામી કહે છેઃ “ એ પત્ર અમારી અનેક પ્રકારની વિપરીત માન્યતા દૂર કરાવનાર છે; ન ઉભા રહેવા દીધા ઢુંઢીઆમાં, ન રાખ્યા તપ્પામાં, ન વેદાંતમાં પેસવા દીધા; કાઇ પણ મતમતાંતરમાં ન પ્રવેશ કરાવતાં માત્ર એક આત્મા ઉપર ઉભા રાખ્યા. એ ચમત્કારી પત્ર છે. જીવની યેાગ્યતા હાય તા સમ્યકત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવા એ અદ્ભુત પત્ર છે. ’'
શ્રીમદ્ આ વર્ષે નિવૃત્તિ લઇને કાર્ડિયાવાડમાં રાણપુર પાસે હડમતાળા નામના નાના ગામ તરફ પધાર્યાં હતા. ત્યાં પણ વડાદરા, મેટાઇ, સાયલા, મેરખી વગેરે સ્થળેથી મુમુક્ષુજને આવ્યા હતા અને અનેક ભવ્ય વાને સત્તમાગમ મેધ વગેરેના લાભ મળ્યા હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org