________________
૧૦
અમદાવાદના ઓળખીતાએમાંથી યથાર્થ આળખનાર
મુંબષ્ટથી વવાણિયા જતાં શ્રીમદ સં. ૧૯૪૩માં શેઠ પાનાચંદ ઝવેરચંદવાળાને ત્યાં અમદાવાદ ઊતર્યાં હતા. તે શેઠના એક માણસને સાથે લઈ મલ્લીચંદ જેચંદની પેઢીએ તેએ આવ્યા હતા. તે માણસે શ્રીમની ઓળખાણુ શેઠે જેશંગભાઇ ઉજમશીભાઇ તથા તેમના વડીલ લહેરાભાઈ તથા રંગજીભાઇ વગેરેને આપી કે આ મહેમાન આપણા સ્વધર્મી છે અને વિદ્વાન કવિ છે. તે વખતે વળાના કારભારી લીલાધરભાઈ વકીલ ત્યાં બેઠા હતા તેમણે શ્રીમદ્ની પાસે એક કાવ્ય રચવાની માગણી કરી; એટલે શ્રીમદે મનમાં એક કાવ્ય રચી સામા માણસને ખાનાં પાડેલા કાગળ આપી તેમાં આડાઅવળી ખાનામાં અક્ષરા લખાવ્યા અને બધાં ખાનાં પુરાઇ જતાં અનુક્રમે વાંચતાં એક સુંદર કાવ્ય થયું તે વાંચી સર્વને આનંદ થયા હતા.
મેક્ષમાળા ' છપાવવા માટે શ્રીમદ્ સં. ૧૯૪૪માં ફરી અમદાવાદ આવ્યા ત્યારે પણ પ્રથમ શેઠ પાનાચંદ ઝવેરચંદને ત્યાં ઊતર્યો હતા. પછી ટંકશાળમાં શેઠે ઉમાભાઇને ધેર રહ્યા હતા. શેઠે જેશંગભાઇ
"
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org