________________
ભાવના બાધ જાતિની સ્મૃતિ ઉપજવાથી તે મૃગાપુત્ર, મહારિદ્ધિના ભક્તા, પૂર્વના ચારિત્રના સ્મરણને પામ્યા. શીઘ્રમેવ તે વિષયને વિષે અણુરાચતા થયા; સંયમને વિષે રાચતા થયા. માતાપિતાની સમીપે આવીને તે બેલ્યા કે પૂર્વ ભવને વિષે મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં હતાં. નરકને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. એ અનંત દુઃખથી ખેદ પામીને હું તેનાથી નિવૃત્તવાન અભિલાષી થયો છું. સંસાર રૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરુજને, મને તે પાંચ મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા ઘો.
કુમારનાં નિવૃત્તિથી ભરેલાં વચનો સાંભળીને માતાપિતાએ ભોગ ભેગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણ વચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે કે અહો ! ભાત, અને અહો ! તાત, જે ભેગેનું તમે મને આમંત્રણ કરે છે તે ભેગ મેં ભગવ્યા. તે ભેગ વિષફળકિંપાક વૃક્ષના ફળની ઉપમાથી યુક્ત છે. ભગવ્યા પછી કડવા વિપાકને આપે છે. સદૈવ દુઃખોત્પત્તિનાં કારણ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવલ અશુચિમય છે. અશુચિથી ઉત્પન્ન થયું છે. જીવને એ અશાશ્વત વાસ છે, અનંત દુઃખનો હેતુ છે. રોગ, જરા અને કલેશાદિકનું એ શરીર ભાજન છે એ શરીરને વિષે હું કેમ રતિ કરું ? બાલપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે એ જેને નિયમ નથી. એ શરીર પાણીના ફીણના બુદ્દબુદા જેવું છે. એવા શરીરને વિષે સ્નેહ કેમ ગ્ય હોય? મનુષ્યત્વમાં એ શરીર પામીને કોઢ, જવર વગેરે વ્યાધિને તેમજ જરા, મરણને વિષે પ્રહાવું રહ્યું છે. તેમાં હું કેમ પ્રેમ બાંધું ?
જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રોગનું દુખ, મરણનું દુઃખ, એવા કેવલ દુઃખના હેતુ સંસારને વિષે છે. ભૂમિ-ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધવ એ સકલને છાંડીને માત્ર કલેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાક વૃક્ષનાં ફળનું પરિણામ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org