________________
ક્ષમાળા–બાલાવબેધ
તત્વ પામવામાં પ્રથમ જરૂરને ગુણ જણાવ્યું છે.
સુદર્શન શેઠ” નામના તેત્રીસમા પાદમાં એકપત્નીવ્રત પાળનાર સુદર્શન શેઠના ઉપર મેહ પામેલી અભ્યારાણીએ તેને ચલાવવા કરેલા સર્વ પ્રયત્ન વ્યર્થ થયા ત્યારે તેના ઉપર આરોપ મૂકી તેને ફાંસીએ ચઢાવવાને હુકમ કરાવ્યો. પણ બ્રહ્મચર્યના પ્રભાવથી શળી ફાટીને તેનું ઝળહળતું સેનાનું સિંહાસન થયું એ કથા આપેલી છે.
પછીના પાકમાં “બ્રહ્મચર્ય વિષે સુંદર કાવ્ય છે. તેની છેલ્લી કડી
“પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન
પાત્ર થવા સે સદા, બ્રહ્મચર્ય, અતિમાન !” - નમસ્કાર મંત્ર” પાઠમાં પંચ પરમેષ્ટિનાં નામ સહિત પાંચેય પૂજ્ય પદના મરણથી તેમના સ્વરૂપ, ગુણ, આદિને વિચાર થતાં આત્મકલ્યાણ થાય છે વગેરે કારણે આપીને એ મંત્રને અવશ્ય કરીને વિમળ ભાવે જાપ કરે એવી ભલામણ કરી છે.
“અનુપૂર્વિ” પાઠમાં પિતા-પુત્રના સંવાદરૂપે નમસ્કાર મંત્રમાં ચિત્ત એકાગ્ર કરી નિર્જરા કરવાના સાધન તરીકે “અનુપૂર્વિ’ના કેષ્ટવાળી નાની ચોપડીને જૈને ઉપયોગ કરે છે તેને પરમાર્થ સમજાવ્યો છે.
સામાયિક વિચાર” ત્રણ પાઠમાં વિસ્તારથી જણાવ્યા છે. સામાયિક એટલે સમભાવથી ઉત્પન્ન થતે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મોક્ષમાર્ગને લાભ, એવો અર્થ જણાવી દશ મનના, દશ વચનના, અને બાર કાયાને એમ બત્રીસ દોષોના અર્થ બે ભાગમાં જણાવી, ત્રીજા ભાગમાં નિર્દોષ સામાયિક વિધિપૂર્વક કરવા સવિસ્તર સૂચના સહિત પ્રેરણા કરી છે.
પ્રતિક્રમણ વિચાર” પાઠમાં જે જે દોષ થયા હોય તે એક પછી એક અંતરાત્માથી જોઈ જવા અને તેને પશ્ચાત્તાપ કરી તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org