________________
s
છે
ચડવું. સ્વાધ્યાય-જાપ નીચે બેસીને કરવા. વડીલ નીચે બેઠા હોય અને કારણે વહેલા પાટ પર સૂવું હોય તો વડીલને પોતાની પાટ પર પધારી જવા વિનંતી કરી શકાય અથવા અનુમતિ લઈને પાટ પર
સૂવું ૭. પોતે એક પ્યાલામાં માતરું કર્યું કોઈ વડીલ મહાત્માને પણ માતરું
કરવું છે તો તેમને માતરું કરવા માટે અલગ ખાલી પ્યાલો આપવો. નાના મહાત્માના પણ પાતરા, તાપણી, દોરો, પેન, આસન વગેરે કોઈ પણ ઉપકરણ પોતાના વ્યક્તિગત કે માંડલીના પ્રયોજનથી લેવા હોય તો પૂછીને જ લેવા. ગોચરી ગયેલા મહાત્મા ગોચરી વહોરીને મકાનમાં પધારે ત્યારે
થાકેલા જણાય તો તેમનાં કપડાં સૂકવી દેવાં. ૧૦. વિહાર કરીને પ્રાણૂર્ણક (મહેમાન) મહાત્મા પધારતા હોય તો સામે
લેવા જવું વિહાર કરીને કોઈ મહાત્મા પધારે તો આવકાર આપવો. દોરી બાંધવી. તેમનાં કપડાં સૂકવવાં. ગોચરી માટેના ઘર બતાવવા.
અથવા ગોચરી લાવીને વાપરવા વિનંતી કરવી. ૧૧. કોઈ મહાત્મા વિહાર કરીને જતાં હોય તો તેમને વળાવવા માટે થોડે
સુધી જવું ૧૨. ગોચરી માંડલી, પ્રતિક્રમણ માંડલી, પ્રવચનસભા, જાહેર કાર્યક્રમ
વગેરેમાં રાધિકનો ક્રમ જાળવવો. ૧૩. સામૈયા-વરઘોડા વગેરેમાં પણ વિશેષ વડીલોથી આગળ કે વડીલોની
હરોળમાં ન ચાલવું. ૧૪. કોઈ સાધુ ભગવંતને ઓળી કે મોટી તપશ્ચર્યાનું પારણું હોય તો પારણું
કરાવવા અવશ્ય હાજર રહેવું ૧૫. પોતાને નવી ઓળી આદિ કોઈ પણ તપશ્ચર્યાનો પ્રારંભ કરવાનો હોય,
ઓળી આદિ મોટી તપશ્ચર્યાનું પારણું હોય, વિશિષ્ટ અધ્યયનનો